Book Title: Sambodhi 1994 Vol 19
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 123
________________ Vol. XIX, 93-94. ‘ત્રિવેન્દ્રમ રૂપકો'માં... 119 વં માયાવિત્ત ક્ષતિ હૂં વન્યપૂરે છિન્નરો ન ઘરવિજ** “પહેલાં તો તમે શુદ્ધ અવિ- મારક (જ) હતા, પણ હવે તમે માયાવિ-મારક (અથવા માયા-અવિમારક) બન્યા છો. તો આવી સંતાવાની વિદ્યા જાણનાર તમે છૂપા સ્વરૂપે કન્યાપુરમાં કેમ પ્રવેશતાં નથી ?' અહીં વિદૂષકે સ્પષ્ટપણે અવિમારક એવી સંજ્ઞાને ‘માયાવિ-મારક' રૂપે ફેરવીને નાયકને માયાવી- જાદુગર બનીને મારક બનનારો; કામ સાધનારો કહ્યો છે તે સૂચક છે. અહીં કવિએ પોતે કાર્યવેગને આગળ વધારવા જે અતિમાનુષી અંગુલીયકનો આશ્રય લીધો છે તેના તરફ પણ સીધો નિર્દેશ કરી દીધો છે અને એ રીતે પ્રિયતમાને મળવા માટેની નાયકની પ્રવૃત્તિમાં અભૂતતત્ત્વ સંમિશ્રિત થાય છે તે ઉદ્દઘાટિત કર્યું છે. આમ અમુક પ્રકારના સંજ્ઞાકરણનો યોગ્ય ક્ષણે સીધો જ સંવાદમાં ઉપયોગ કરીને, આ ‘ત્રિવેન્દ્રમ રૂપકો'નો નાટ્યકાર ચરિત્રચિત્રણનું કાર્ય પાર પાડતો રહે છે એ સવિશેષ નોંધપાત્ર છે. [ ૬ ] ‘પ્રતિજ્ઞાયૌગન્ધપરાણ' રૂપકમાં વિદૂષકનું નામ “વસન્તક' છે. આ સંજ્ઞાકરણનો પણ એક સૂચક ક્ષણે વિનિયોગ કરવામાં આવ્યો છે તે જોઈશું. ત્રીજા અંકના પૂર્વાર્ધમાં ઉન્મત્તકનું દશ્ય આવી ગયા પછી યૌગન્દરાયણ, વિદૂષક અને રમવાનું ખંડેર એવા અગ્નિશરણમાં મંત્રણા માટે ભેગા મળે છે. ત્યાં વિદૂષક પાસેથી સ ાણે છે કે ઉદયન તો કારાગારમાં મહાસેનની પુત્રી વાસવદત્તાના પ્રેમમાં પડ્યા છે (અને તેઓ એકલા નહીં, પણ વાસવદત્તાને પણ સાથે લઈને જ ભાગી છૂટવાની ઈચ્છા ધરાવે છે.) એક ક્ષણ માટે તો યૌગન્દરાયણને લાગે છે કે હવે રાજને કોઈ રીતે છોડાવી શકાશે નહીં; અને આ જ ઉન્મત્તકના પરિવેશમાં વૃદ્ધાવસ્થા પસાર કરવી પડશે ! આ સમયે વિદૂષક બોલે છે કે – અરે ! આપણે ઉદયન પ્રત્યેનો આપણો ભકિતભાવ દેખાડી ચૂકયા છીએ; (એમને છોડાવવા) બનતો બધો પ્રયત્ન પણ કરી છૂટ્યા છીએ. તો હવે તો એ જ ઉચિત છે કે આમને (ઉદયનને) અહીં (બન્ધનાવસ્થામાં) જ છોડીને, આપણે પાછા (કૌશામ્બી નગરીમાં) જતા રહીએ.”વિદૂષક તો આમે ય નિરુદ્યમી હોય છે, બલકે આરામપ્રિય વ્યક્તિ હોય છે. તે રાજાને કારાગારમાં આમ પ્રેમ કરતો જોઈએ, તેને છોડાવવાને વિષે એકદમ નિરુત્સાહી બની જાય છે. આ ક્ષણે નાટ્યકારે ગન્દરાયણના મુખે જે ઉકિત મૂકી છે તે ચિરસ્મરણીય છે. :વન્તિ ભવન નના વસન્તવ માં નૈવF “અરે! આપ ખરેખર તો વસન્તક છો ! ઓ વસન્તક ! ને, ના એવું થાય નહીં.” અર્થાતુ આપ ‘વસન્તક' છો એટલા માટે જ તમારાથી એમ નિરુત્સાહી થવાય નહીં. મિત્ર અને સ્વામી એવા ઉદયન પ્રેમમાં પડ્યા હોય અને પ્રિયતમાને લઈને જ તેમને ભાગી છૂટવાની ગોઠવણ જોઈતી હોય તો આપણી એ ફરજ છે કે આપણે એને માટે પણ પણ ફરીથી કાર્યરત થવું જોઈએ. આમ કવિએ વિદૂષકને ‘તું નામે વસન્તક છું' એવું યગન્દરાયણ દ્વારા યાદ કરાવીને એનામાં નવા કાર્યનો ઉત્સાહ સંકોય છે. આવી રીતે ‘ત્રિવેન્દ્રમ-રૂપકો'માં જે તે પાત્રના સંજ્ઞાકરણનો.વિશિષ્ટ સંજોગોમાં ઉપયોગ કરીને, જે તે પાત્રના વ્યકિતત્વને ખીલવવાનો પણ પ્રયત્ન થયો છે. સંસ્કૃત કાવ્યોનાં બેનમૂન અનુવાદ કરનાર સહૃદયધુરીણ શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવસાહેબે ‘પ્રધાનની

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182