Book Title: Sambodhi 1994 Vol 19
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 122
________________ 118 ૧. મ. ભટ્ટ SAMBODHI હે ભદ્ર! હું પૃથ્વી ઉપર ‘મધ્યમ' છે, ભાઈઓમાં પણ ‘મધ્યમ’ છું.” અને વળી, “પાંચ મહાભૂતોમાં પણ ‘મધ્યમ' છું અને પાર્થિવોમાં પણ ‘મયમ’ છું.” અહીં ભીમે પોતાને ‘મધ્યમ' સંજ્ઞાથી બોલાવાય એનું ઔચિત્ય સ્પષ્ટ કરતાં ઉપરનાં વાકયો ઉચ્ચાર્યા છે. જેમાં પોતે કુન્તીના ત્રણ સન્તાનો (યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન)માંથી ‘મધ્યમ' છે. એમ ભ્રાતૃIgિ મધ્યH: થી કીધું છે એ તો સ્વયંસ્પષ્ટ છે. પણ પાંચ મહાભૂતોમાં પણ તે ‘મધ્યમ” કેવી રીતે છે? એ સમજવું પડે એમ છે. સામાન્ય રીતે પાંચ મહાભૂતોની ગણતરીમાં પ્રથિવી-અપ-તેજ-વાયુ અને આકાશ - એવો ક્રમ સાંભળવા મળે છે. આ ક્રમમાં તો ‘તેજને મધ્યમાવસ્થામાં મૂકેલ છે. પરંતુ ત્રણ લોકની દષ્ટિએ વિભાજન કરીને વિચારીએ તો પૃથ્વી અને અપ તે પૃથિવીલોકના બે મહાભૂત; તેજ અને આકાશ તે ઘુલોકના બે મહાભૂત અને વચ્ચેના અન્તરિક્ષલોકના મહાભૂત તરીકે વાયુને ગણાવીએ તો વાયુપુત્ર તરીકે ભીમને પણ ‘મધ્યમ' તરીકે અપાયેલો પાત્રપરિચય યથાર્થ ઠરે છે. પુરાણ પ્રસિદ્ધ કૃષ્ણકથા ઉપર આધારિત ‘બાલચરિત' રૂપકમાં ‘નારદ’ અને ‘દામોદર’ એવી બે સંજ્ઞાઓ પણ તે તે પાત્રોની અસ્મિતાને સ્પષ્ટ કરવામાં ઉપયોગી છે. આરંભે જ નારદ પોતાની ઓળખ આપતાં જણાવે છે કે – ધ્રાનોકાવિઠ્ઠ પ્રણો નાર: પ્રિય: i° અહીં ‘નારદ' શબ્દની વ્યુત્પત્તિજન્ય અર્થ જ એવો થાય છે કે - નારં= નરસમૂદું ઘતિ = અવરવëતિ વેનદેન તિ નારા ‘જે કલહથી માનવસમુદાયમાં ભંગાણ પડાવે છે તેને “નારદ' કહેવાય છે.” આમ, હવે નારદનું વ્યકિતત્વ જ આ રૂપકમાં કેવી રીતે પ્રેરક પરિબળ બની રહે છે એ જોવા સૌ સામાજિકો ઉત્સુક થઈ જાય છે. આવી જ રીતે કૃષ્ણના જન્મ પછી તરત જ એમણે જે લીલાઓ કરવાની શરૂ કરી છે તેનો અહેવાલ આપતાં આપતાં એક વૃદ્ધગોપાલક કહે છે કે – રોષે ભરાયેલી યશોદાએ એકવાર દામ (દોરડું) લઈને વાસુદેવને પકડીને, તેમને કેડથી બાંધી દીધા, અને દોરડાના બાકીના છેડાને ખાંડણિયા સાથે બાંધ્યું. કૃષ્ણ તો એ ખાંડણિયાને પણ ઘસડીને, વૃક્ષ બનીને ઊભેલા યમલ તથા અર્જુન એવા બે દાનવોને પણ હણી કાઢ્યા. ત્યારથી માંડીને કૃષ્ણનું નામ ‘દામોદર' પડ્યું: તતો ગોપ નનૈરુ - મહીવનપરીક્રમોદમૃતિ મર્ઝામોરનામ ભવતુ તિ ' અહીં કોઈ ઘટના પછી કૃષ્ણનું નામ ‘દામોદર' (જેના ઉદર અર્થાત્ કેડ ઉપર દામ = દોરડું બંધાયેલું છે તે) પડ્યું છે એના તરફ અંગુલિનિર્દેશ પણ છે; અને કૃષ્ણનું ચરિત્ર પણ એવી વ્યંજનાથી ચિત્રિત કરી આપ્યું છે કે વિષ્ણુએ કૃષ્ણરૂપે અવતરીને દાનવોનો સંહાર કરવા માટે કમર કસી છે, તેઓ બહુપરિકર અર્થાત્ 'દામોદર' બન્યા છે ! ‘અવિમારક' નાટકમાં નાયકે ‘અવિ' અર્થાત્ એક ઘેટાને માર્યું હતું, તેથી તેને ‘અવિ-મારફના નામે ઓળખાવવામાં આવ્યો છે. પરંતુ રાજકુંવરી કુરંગી સાથે આ અત્યજ બનેલા અવિમારકનો પ્રણયસંબંધ વિકસે છે ત્યારે તેમનું મિલન અતિદુષ્કર હતું. ચોથા અંકમાં વિદ્યાધરની કૃપાથી અવિમારકને એક અંગુલીયક પ્રાપ્ત થાય છે; જેને જમણે હાથે પહેરવાથી તે પ્રચ્છન્ન થઈ શકે છે અને ડાબે હાથે પહેરવાથી તે પ્રગટ થઈ શકે છે. આ જોઈને વિદૂષક કહે છે કે - પ્રથમં શુદ્વોડવિમર:, ની મહાવિના: સંવૃત્ત: |

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182