________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવો પૂર્વકૃત કર્મોના અનુસારે ફળ-વિપાક પામે છે. લાભ અને નુકસાનમાં બીજા જીવો નિમિત્ત માત્ર હોય છે.'
કુલપતિ ઊભા થયા. ત્યાં ઉપસ્થિત તાપસોમાંથી બે તાપસીને અગ્નિશર્માની સેવામાં નિયુક્ત કરી, તેઓ પોતાના સ્થાને ગયા.
તપોવનમાં સૂનકાર વ્યાપી ગયો. સર્વે તાપસી ઉદાસ બની ગયા. કેટલાક તાપસો શૂન્યમનસ્ક બની કુલપતિની પર્ણકુટીની બહાર બેસી રહ્યા. કેટલાક તાપસો તપોવનના દ્વારે જઈ “હમણાં રાજા આવશે..” રાજાની પ્રતીક્ષા કરવા લાગ્યા. નથી કોઈ જાપ કરતા, નથી કોઈ ધ્યાન કરતા, નથી કોઈ અધ્યયન કરતા. સંતાપ અને ઉદ્વેગથી સહુ તાપસી ઘેરાઈ ગયા.
બે ઘડી દિવસ ચઢી ગયો હતો. રાજા અને રાજપરિવાર, રાજકુમારના જન્મ-મહોત્સવમાં લીન હતા. સર્વત્ર આનંદ, ઉલ્લાસ અને ઉમંગ ઊછળી રહ્યો હતો. ત્યાં પરિચારિકાએ આવીને રાજાને પ્રણામ કરી નિવેદન કર્યું : “મહારાજા, દુગ્ધપાનનો સમય થઈ ગયો છે.”
દુગ્ધપાન?' રાજા પરિચારિકા સામે પહોળી આંખે જોઈ રહ્યા.. ને હસા ઊભા થઈને બોલી ઊઠ્યા : “અરે, આજે તો પેલા મહાતપસ્વીનું પારણું છે. .... એમને પારણું કરાવીને પછી જ હું દુગ્ધપાન કરીશ.. જુઓ, રાજમહેલના દ્વારે એ મહાત્મા આવીને ઊભા હશે... અરે, હું સ્વયં જ મહેલના દ્વારે જઈને સ્વાગત કરું છું...”
રાજા ગુણસેન દોડતા મહેલના દ્વારે આવ્યા. ત્યાં ઊભેલા દ્વારરક્ષકોને પૂછ્યું : અહીં એક કૃશકાય. દુર્બલ તપસ્વી મહાત્મા આવ્યા હતા ખરા??
દ્વારરક્ષકોને ખબર ન હતી. તેઓ આસપાસ જોવા લાગ્યા. થોડે દૂર ઊભેલા નગરવાસી યુવાનોને જઈને પૂછ્યું. એક યુવકે કહ્યું : “હા, સૂર્યોદય થયા પછી એક ઘટિકામાં એક તપસ્વી મહાત્મા આવેલા હતા. પરંતુ કોઈએ તેમને બોલાવ્યા નહીં, તેમનો આદર-સત્કાર કર્યો નહીં... એટલે તરત તેઓ નીકળી ગયા હતા...”
રાજાનું મન ખિન્ન થઈ ગયું. મોં પર ઉદાસી આવી ગઈ. પુત્રજન્મનો આનંદ... ઉલ્લાસ ચાલ્યો ગયો. ખેદ અને ઉદ્વેગથી હૈયું ભરાઈ આવ્યું. ધીરે ધીરે તેઓ મહેલમાં આવ્યા. પોતાના ખંડમાં આવીને નિરાશામાં ડૂબી ગયા.
રાજકુમારના જન્મનો સમય નક્કી કરી, કુમારની જન્મકુંડલી તૈયાર કરી, પુરોહિત સોમદેવ, મહારાજાની પાસે આવીને ઊભા હતા. પરંતુ મહારાજાને ઉદ્વિગ્ન જોઈ... તે કંઈ બોલ્યા નહીં. મહારાજાએ સોમદેવની સામે જોયું. સોમદેવે પ્રણામ કરીને કહ્યું :
GO
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only