________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બે-ચાર ઘડીનાં તીવ્ર પાપ.. નવ-નવ ભવ સુધી દારુણ દુઃખ આપશે...'
રાજન, વિચારતાં વિચારતાં મને પસીનો વળી ગયો. હું બેબાકળો બની ગયો. પલંગમાંથી ઊભો થઈ મારા ખંડના પશ્ચિમ તરફના ગવાક્ષમાં જઈને ઊભો રહ્યો. મેં નીચે દૃષ્ટિ કરી... મેં કૂતરાને જોયો. મારા સેવકો એના શરીરે પડેલા ઘા ઉપર ઔષધ લગાવતા હતા. કૂતરો હાંફી રહ્યો હતો. એના ખુલ્લા મોઢામાંથી લાંબી જીભ બહાર નીકળી હતી. તેમાંથી સતત લાળ ટપકી રહી હતી. વારે વારે તે રોતો હતો...
જન્મ બદલાતાં... કેટલું બધું બદલાઈ જાય છે? શુભાશુભ કર્મો... કેવું પરિવર્તન કરી નાંખે છે?' વિચારોમાં ચઢી ગયો. વિભાવસુને કેવું શ્રેષ્ઠ જીવન મળ્યું હતું? રાજપુરોહિતના ખાનદાન ઘરમાં જન્મ, ધન-વૈભવથી ભરેલું ઘર, ઉત્તમ ચારિત્રનાં ધારક માતા-પિતા, સુંદર રૂપ અને નીરોગી શરીર.. કોઈ બંધ નહીં, કોઈ પરાધીનતા નહીં. લોકોમાં માન અને સન્માન...
સુખી જીવન જીવવાના બધા જ ઉત્તમ સંયોગો અને સાધનો મળવા છતાં. એ એક ભયંકર ભૂલ કરી બેઠો.. કષાયને પરવશ બની ગયો. ક્રોધને પરવશ થઈ ગયો. અભિમાનને આધીન થઈ ગયો.
મને જ્ઞાનનો પ્રકાશ આપનારા અને મારા તારણહાર એ ચાર મહામુનિવરો મને કહેતા હતા : “કુમાર, સાવધાન રહેજે.... ક્રોધ ચંડાળ તને સ્પર્શી ન જાય! દૂર રહેજે એ ચંડાળથી...કદાચ અડી જાય તો વિના વિલંબે ક્ષમાના પાણીથી સ્નાન કરી લેજે...”
મારા મિત્ર વિભાવનું એક મોટું દુર્ભાગ્ય કે એને આવા જ્ઞાની મુનિવરોનો સમાગમ ન મળ્યો. જો એ જીવતો હોત.. અમે સાથે જ પર્વતની ગુફામાં ગયા હોત.. તો એ મુનિવરો અવશ્ય, એણે કરેલા પાપને ધોવાનો ઉપાય બતાવત. બાંધેલાં પાપકર્મોને તોડવાનો માર્ગ બતાવત... અને તો એને કદાચ આવો કૂતરાનો ભવ ન પણ મળત.”
પરંતુ “ઉત્તમ ગુરુનો સંયોગ, ઉત્તમ પુણ્યકર્મના ઉદયથી મળે છે” - એમ એ મુનિવરોએ મને સમજાવ્યું હતું. મારા મિત્રને પુણ્યકર્મના ઉદયથી બીજાં બધાં સુખ ૧૪
ભાગ-૧ જે ભવ પહેલો
For Private And Personal Use Only