Book Title: Samaraditya Mahakatha Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 455
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir gિ, પવે! વંદન કરીને કુમારે કહ્યું : ‘ભગવનું, હું હિતશિક્ષા સાંભળવા ઇચ્છું છું.” ગુરુદેવે પુનઃ એના મસ્તકે વાસપૂર્ણ નાંખીને કહ્યું : તું સંસારસમુદ્રનો પાર પામ અને મહાગુણોથી વૃદ્ધિ પામ.” કુમારે વંદના કરીને કહ્યું : “ભગવન, આપને નિવેદન કર્યું, હવે સાધુઓને પણ નિવેદન કરું...” ‘ભલે કરો.” ગુરુદેવે કહ્યું. કુમારે વંદન કર્યું, પછી શ્રી નવકારમંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં સમવસરણને ત્રણ પ્રદક્ષિણા આપી. ગુરુદેવે અને ઉપસ્થિત સાધુઓએ કહ્યું : ‘તું સંસારસાગરને પાર પામ અને ગુણોની વૃદ્ધિને પામ!' એમ બોલીને સહુએ શિખી મુનિના મસ્તક ઉપર વાસચૂર્ણ નાંખ્યું. બ્રહ્મદરે ઊભા થઈ, બે હાથ જોડી, વિનયપૂર્વક, ગદ્ગદ સ્વરે આચાર્યદેવને કહ્યું : “ભગવંત, મેં મારો અતિ પ્રિય પુત્ર, કે જે આપના ઉપદેશથી વૈરાગી થયો છે, તેની આપને ભિક્ષા આપું છું. હે કરુણા-નિધાન, આપ એનું યોગક્ષેમ કરજો..... હવે એ આપને સમર્પિત થયો છે..' બ્રહ્મદત્ત રડી પડ્યા. પોતાના આસને બેસી ગયા. પિંગલે ઉત્તરીય વસ્ત્રથી બ્રહ્મદત્તનાં આંસુ લૂછી નાંખ્યા અને કહ્યું : “હે પૂજ્ય, રડો નહીં, આનંદ પામો. આપનો પુત્ર શૂરવીર બની, કર્મોને હણી નાંખવા મેદાને પડ્યો છે... ખૂબ આનંદો!' પિંગલે ઊભા થઈ જનસમૂહનો કોલાહલ શાંત કર્યો, અને ગુરુદેવને કહ્યું : હે વીતરાગ! જે દુષ્કર મોક્ષમાર્ગ પર શિખીકુમારને આપે પ્રયાણ કરાવ્યું એ માર્ગ પર ચાલવા માટે અમે પ્રોત્સાહિત થઈએ, અમારો આત્મા જાગે... એવો ઉપદેશ આપવા કૃપા કરો.” આચાર્યદેવનો ધીર ગંભીર ધ્વનિ અશોકવનમાં ગુંજવા લાગ્યો : મહાનુભાવો, આપણે સહુ અને સંસારના સહુ જીવો અનંતકાળ નિગોદમાં રહ્યા હતા. એક શરીરમાં અનંત-અનંત જીવોને રહેવાનું! અત્યંત સૂક્ષ્મ શરીર.... અને ચેતના સુષુપ્ત હતી ત્યાં દુઃખોની કોઈ સીમા ન હતી. નરકનાં દુઃખો કરતાં પણ ઘણાં વધારે દુઃખો આપણે ત્યાં સહ્યાં હતાં. ત્યાંથી-નિગદમાંથી આપણો જીવ બહાર નીકળ્યો... પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિનાં જીવન આપણને મળ્યાં... તેવાં શ્રી સમરાદિત્ય મહાકથા ૪3છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523