Book Title: Samaraditya Mahakatha Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 510
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગીતાર્થ અને પ્રૌઢ સાધુઓ રડી પડ્યા... રાજા અને પ્રજા રડી પડી.... ચારે દિશાઓમાં સર્વત્ર હાહાકાર વર્તાઈ ગયો.. મેઘવન ઉદ્યાનમાં ચંદનની ચિતા રચવામાં આવી. આકાશમાં કાળાં વાદળ ઘેરાઈ આવ્યા હતા. હવા બંધ થઈ ગઈ હતી. વાતાવરણમાં ઉદાસી, બેચેની અને માયૂસી ભરેલી હતી. મહારાજાએ ચિતાને ત્રણ પ્રદક્ષિણા દીધી.. અના ચિતા પર ધૃતસિચન કરીને આગ પેટાવી. ચિતા ભડભડ સળગવા લાગી. થોડે જ દૂર નવ્વાણું યુનિઓ ઉદાસ મુદ્રામાં... આંખો બંધ કરીને બેઠા હતા. તેમની પાછળ શાલ્મલી વૃક્ષની નીચે એક કૃશકાય. પરંતુ ટટ્ટાર શરીરવાળો પુરુષ સળગતી ચિતાને એકીટસે જોઈ રહ્યો હતો. ઘોર ચિતા-વ્યથાથી તેના માથે રેખાઓ ઉપસી આવી હતી. એના શ્વેત વાળ વીખરાયેલા હતા. એનું મોં સુકાતું હતું. તેના હોઠ બંધ હતા, ક્ષણભર એ વિચલિત થઈ જતો હતો, પુનઃ ગહન ધ્યાનમુદ્રામાં ડૂબી જતો હતો. ક્યારેક એની કલ્પનામાં ભૂતકાલીન સમગ્રજીવન વિદ્યુતપ્રવાહની જેમ સાકાર બનતું હતું... ક્યારેક મહાજ્ઞાની આચાર્ય વિજયસિંહની જ્ઞાનપ્રતિભા તો ક્યારેક મહામના શિખીકુમારનું કન્ટેન્દુધવલ મુખ. ક્યારેક અશોકવનનો નદ-નિનાદ... તો ક્યારેક મહામંત્રી બ્રહ્મદત્તની વાતો.. ક્યારેક જાલિનીનું સર્વતોમુખી પતન. ક્યારે ચિતા શાન્ત થઈ ગઈ..ને રાજા-પ્રજા ત્યાંથી ચાલી ગઈ. એને ધ્યાન ના રહ્યું. જ્યારે તેની આંખો ખૂલી ત્યારે ત્યાં હતા નવાણું મુનિવરો..ચિતાની આસપાસ ઊભેલો.... એ વૃદ્ધ પુરુષ હતા પિંગલ દેવ. કાર્યવશ દૂર દેશમાં ગયેલો પિંગલદેવ હજુ કૌશામ્બીમાં પ્રવેશ્યો જ હતો... ત્યાં રાજમાર્ગ પર બાવરા બની દોડી રહેલા યુવાન સાધુના આક્રોશ સાંભળ્યો હતો, તે ઘરે ન જતાં મેઘવન ઉદ્યાનમાં સીધો આવ્યો હતો. ચંદનની ચિતા પર શિખીકુમારના મૃતદેહને પધરાવી દેવામાં આવ્યો હતો. તેણે અથુપૂરિત નયને... શોકવિલ્વલ હૃદયે મુનિના પ્રશાંત મુખના દર્શન કર્યા... અને દૂર જઈને બેઠો હતો. 0 0 0 હૃદયમાં શોક, ઉદ્વેગ અને સંતાપ ભરીને નવ્વાણું મુનિવરોએ કૌશામ્બીને છોડ્યું. પિંગલદેવ એમની પાછળ ચાલતો રહ્યો. માર્ગમાં નથી કરતા વિશ્રામ.. નથી લેતા આહાર-પાણી કે નથી ઉચ્ચારતા એક પણ શબ્દ.. ચાલતા જ રહે છે. તેઓએ પ્રિયંકરા નગરીમાં પ્રવેશ કર્યો. ગુરુદેવ વિજયસિંહ કૌસ્તુભવનમાં બિરાજતા હતા. નવ્વાણું મુનિવરોએ કૌસ્તુભ વનમાં પ્રવેશ કર્યો. જ્યાં ગુરુદેવ બિરાજતા હતા. તે પ્રદેશમાં પહોંચ્યા. ગુરુદેવે સાધુઓને જોયા, તેઓ આસન પરથી ઊભા થઈ ગયા.. નવ્વાણું મુનિવરોએ બે ૪૯૨ ભાગ-૧ ૪ ભવ ત્રીજો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523