Book Title: Samaraditya Mahakatha Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 514
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હા પ્રભો!' મોર્યપુત્રને પોતાના મનમાં છુપાવી રાખેલી વાત, શંકા, ભગવાનના મુખે પ્રગટ થયેલી સાંભળી અતિ આશ્ચર્ય થયું. “મૌર્યપુત્ર, તેં વેદોમાં દેવોના અસ્તિત્વ અંગેના અને દેવોના અભાવ અંગેનાં પરસ્પર વિરોધી વચનો જાણ્યાં અને તારા મનમાં દેવો હશે કે નહીં?' એવી શંકા ઉત્પન્ન થઈ.” સાવ સાચી વાત કહી ભગવંત!” તેં વિચાર્યું કે નારકીમાં રહેલા જીવો તો પરતંત્ર છે અને અતિ દુઃખી છે, તેથી તેઓ અહીં અમારી સામે નથી આવી શકતા, પરંતુ શાસ્ત્રો પર વિશ્વાસ કરી એમના અસ્તિત્વને માની શકાય છે. પણ, દેવો તો દિવ્ય શક્તિવાળા અને દિવ્ય પ્રભાવવાળા કહેવામાં આવે છે. તેઓ કેમ પ્રગટ... પ્રત્યક્ષ દેખાતા નથી?’ માટે તારા મનમાં શંકા જન્મી કે દેવો છે કે નહીં?' આપ અત્તર્યામી છો ભગવંત, આપે મારા મનની વાત કરી દીધી!” મૌર્યપુત્ર, તારી આ શંકાનું હું સમાધાન કરું છું. દેવોને તારે પ્રત્યક્ષ જોવા છે ને? જો; મને વંદન કરવા માટે આ સમવસરણમાં આવેલા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોને પ્રત્યક્ષ જોઈ લે!' મૌર્યપુત્રે સમવસરણમાં ઉપસ્થિત દેવોને જોયા. તેનું મન પ્રસન્ન થઈ ગયું. ભગવંતે કહ્યું : “વત્સ, ઠીક છે, તે અહીં દેવોને પ્રત્યક્ષ જોયા, નહીંતર પણ તારે દેવોના વિષયમાં શંકા ના કરવી જોઈએ. કારણ કે સૂર્ય, ચન્દ્ર, ગ્રહ.. નક્ષત્ર... તારા તો પ્રત્યક્ષ દેખાય છે. પરંતુ તું એમ માને છે કે સૂર્ય, ચન્દ્ર વગેરે શૂન્ય નગર જેવી ખાલી ઉજજડ પૃથ્વી માત્ર છે. પરંતુ એ ખાલી જગ્યાઓ નથી. કોઈપણ નગર ક્યારેય શૂન્ય ન હોય. ક્યારેક તો એમાં વસનારા હોય જ. અને ત્યાં દેવો વસે છે. સૂર્ય, ચન્દ્ર વગેરે જે દેખાય છે, તે રત્નમય વિમાનો છે.' ભગવદ્, શું તે માયા ન હોઈ શકે?’ માયા કરનાર કોણ? એવી માયા કરનાર, ભ્રમ પેદા કરનારા દેવો જ હોઈ શકે. વળી, સૂર્ય, ચન્દ્રાદિ ભ્રમ નથી, તેમનું વાસ્તવિક અસ્તિત્વ છે. માયા કાયમ ના ટકે.' મૌર્યપુત્ર, ઘોર પાપોનું ફળ ભોગવનારા નારકોને તું માને છે, તો શ્રેષ્ઠ પુણ્યકર્મોનું ફળ ભોગવનારા દેવોને પણ માનવા જોઈએ. તે દેવ દિવ્ય પ્રેમમાં... રંગ-રાગમાં ડૂબેલા રહે છે, દિવ્ય વૈષયિક સુખોના ઉપભોગમાં લીન રહે છે, અને મનુષ્યલોકનાં કિર્તવ્યોનો ભાર તેમના માથે નહીં હોવાથી, તેઓ દુર્ગધમય મનુષ્યલોકમાં નથી આવતા છતાંય, તીર્થકરોના જન્મ સમયે, દીક્ષા સમયે, કેવલજ્ઞાન-પ્રાપ્તિના સમયે પરિશિષ્ટ - ૧ ૪ સ્વર્ગ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518 519 520 521 522 523