Book Title: Samaraditya Mahakatha Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 521
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બધી નદીઓનાં, સમુદ્રોનાં અને સરોવરોનાં પાણી પીએ, તો પણ નરકના જીવોની તરસ છીપે નહીં. છરીથી શરીરને ખણી નાંખે, તો પણ તેમના શરીરની ખંજવાળ મટે નહીં. છે તે જીવો સદા પરવશ હોય, પરાધીન હોય. મનુષ્યના શરીરમાં વધુમાં વધુ જેટલો તાવ હોય, એના કરતાં અનંતગુણ તાવ નરકના જીવોના શરીરમાં હોય. નજીકના જીવો સદૈવ ભયભીત રહે. પરમાધામી દેવો અને અન્ય નરક જીવો તરફથી વધુ ભય રહે. * સદેવ શોક-સંતપ્ત હોય છે. પરમાધામી દેવો દ્વારા અપાતાં દુઃખો : જેમણે મનુષ્યજીવનમાં દારૂ પીધા હોય તેમને ગરમ-ગરમ શીશાનો રસ પીવડાવે. કે જેમણે મનુષ્યજીવનમાં પરસ્ત્રીગમન કર્યું હોય તેમને અગ્નિમય લોઢાની પૂતળી સાથે આલિંગન કરાવે. છે કાંટાવાળા વૃક્ષ પર બેસાડે. એ લોઢાના ઘણથી મારે. આ વાંસલાથી છોલે. ઘા ઉપર ખાર નાંખે. * ગરમ-ગરમ તેલમાં નાંખે. જે તીક્ષ્ણ ભાલામાં શરીરને પરોવે. અગ્નિની ભઠ્ઠીમાં શેકે. આ ઘાણીમાં પીલી નાંખે. ક કરવતથી વહેરી નાંખે. વૈતરણી નદીમાં ડૂબકીઓ ખવડાવે. આ અગ્નિ જેવી રેતી પર ચલાવે. તલવારની ધાર જેવી પૃથ્વી પર દોડાવે. * વજની કુંભમાં નાંખીને, નીચે તીવ્ર આગ પેટાવીને પકાવે. નારકીઓ આકાશમાં ઊછળે... વાઘ વગેરે હિંસક પશુઓનાં રૂપ કરી, નારકીઓને દુઃખ આપે. સાતે નરકો કેવી છે : ૧. રત્નપ્રભા પૃથ્વીના ત્રણ ભાગ છે : પહેલો ખર-ભાગ ૧૬ હજાર યોજનાનો છે. તેમાં ઘણાં રત્નો છે. બીજો પબહુલ-ભાગ ૮૪ હજાર યોજનાનો છે. તેમાં કાદવ છે. ત્રીજો જલબહુલ-ભાગ ૮૦ હજાર યોજનનો છે. તેમાં પાણી છે. ૨. શર્કરા પ્રભામાં કાંકરા ઘણા છે. ૩. વાલુકાપ્રભામાં રેતી ઘણી છે. ૪. પંકપ્રભામાં કાદવ ઘણો છે. ૫. ધૂમપ્રભામાં ધુમાડો ઘણો છે. ૬. તમ:પ્રભામાં અંધકાર ઘણો છે. ૭. તમતમ પ્રભામાં અતિઘણો અંધકાર છે. શ્રી સમરાદિત્ય મહાકથા પ03 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 519 520 521 522 523