Book Title: Samaraditya Mahakatha Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 512
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમની મધઝરતી વાણી હવે આપણને ક્યારેય સાંભળવા નહીં મળે. શું થઈ ગયું અચાનક? દૂર કાળે આપણી પાસેથી મુનિરત્ન છીનવી લીધું... આપણું હૃદય જ કરી લીધું. આવો છે આ સંસાર. સગી માતાએ.. જેને પોતે જન્મ આપ્યો હતો તે પુત્રને ઝેર આપી મારી નાંખ્યા.. જોકે મારા મનમાં આ ભય હતો જ. એટલે મહામંત્રી બ્રહ્મદત્તની વિનંતી હોવા છતાં શિખીકુમારને કૌશામ્બી નહોતા મોકલ્યા. બ્રહ્મદરે મને કહ્યું પણ હતું કે “શિખીકુમારનું યોગક્ષેમ કરજો... એની માતાથી જ એને ભય છે.' પરંતુ બ્રહ્મદત્તના મૃત્યુના સમાચારથી અને જાલિનીના કલ્પાંતના સમાચારથી પ્રેરાઈને મેં શિખીકુમારને કૌશામ્બી મોકલ્યા...' સંવેગ' નામના ગીતાર્થ સ્થવિર બોલ્યા : ‘ગુરુદેવ, મહાત્મા શિખીકુમાર સમાધિમૃત્યુને ભેટ્યા છે. તેઓએ મૃત્યુને મહોત્સવ બનાવી દીધું છે. અપાર વેદનામાં પણ તેઓએ અપૂર્વ સમતા રાખી છે. ખરેખર તેઓ પોતાના પરમ હિતને સાધી ગયા છે... તેઓની વેદના જોઈને અમે સહુ વ્યથિત થઈ ગયા હતા, પરંતુ તેઓ ધર્મધ્યાનમાં લીન હતા!” ત્યાં સાધ્વીછંદમાંથી એક સાધ્વી ઊભાં થયાં. ગુરુદેવને વંદન કરી, તેઓ બોલ્યાં : ‘ભગવંત, કૃપા કરી મને ‘અનશન' કરાવો. મારે ત્યારે આહારનો ત્યાગ કરવો છે..” ભદ્ર, અનશન વ્રત, ઘણું દુષ્કર છે.' ભગવંત, મારા માટે હવે જીવવું દુષ્કર છે.. અનશન મારે મન સરળ છે...' સાધ્વી કમલિનીની આંખો ભીની હતી, હૃદય વ્યથિત હતું. ગુરુદેવે તેને “અનશન' કરવાની પૂર્વભૂમિકા સમજાવી, અને તેને અનશન કરાવ્યું. ભગવંત. મને સાધુધર્મ આપવાની કૃપા કરો. પિંગલદેવ ગુરુદેવના ચરણોમાં ઢળી પડ્યો. અવિરત અશ્રુધારા વહેવા લાગી. તેને સાધુધર્મ આપવામાં આવ્યો. સાધુધર્મ સ્વીકારીને કહ્યું : “ભગવત, મને અનશન વ્રત આપવાની કૃપા કરો...' મુનિ પિંગલદેવ તીવ્ર વૈરાગ્યથી બોલી ઊઠ્યા... અનેક સાધુ-સાધ્વીઓએ ત્યાં અનશન સ્વીકાર્યા. ૦ ૦ ૦ મહા મુનીન્દ્ર શિખીકુમાર, કાળધર્મ પામીને “બ્રહ્મ' દેવલોકમાં દેવ થયા. જાલિની રૌદ્રધ્યાનમાં મરીને, બીજી નરકમાં ઉત્પન્ન થઈ. સમરાદિત્યના ત્રીજા ભવની આ વ્યથાભરી કથા પૂર્ણ થઈ. 868 ભાગ-૧ ( ભવ ત્રીજો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523