Book Title: Samaraditya Mahakatha Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 508
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જાલિની રોષથી ધમધમી ઊઠી : 'તમે સાધુઓ... મારું ભોજન ખાઈને મને જ ભાંડો છો? શા આધારે કહો છો કે મેં ઝેર આપ્યું છે? મેં ઝેર આપ્યું જ નથી...! Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘તો કોણે આપ્યું છે? બોલ...' એક યુવાન સાધુનો ક્રોધ ભભૂકી ઊઠ્યો... ‘બોલે છે કે નહીં? નહીંતર તારું ગળું અહીં પીસી નાંખીશ...' ગીતાર્થ સાધુ એ સાધુને પકડીને બાજુ પર લઈ ગયા. પરંતુ યુવાન સાધુ જોર જોરથી બોલતા રહ્યા... આ દુષ્ટ માતાએ જ ગુરુદેવને ઝેર આપ્યું છે...' હું આખા નગરમાં ઘોષણા કરીશ... નગરજનો એના પર પથ્થરો વરસાવશે... એ દુષ્ટાને. રાજા શૂળી પર ચઢાવશે...’ સાધુઓના કલ્પાંતથી ઉદ્યાન ઉદાસ બની ગયું. પવન થંભી ગયો. પક્ષીઓનાં ગાન બંધ થઈ ગયાં. શિખીકુમાર, ઝેરની તીવ્ર અસર થવા છતાં, અપૂર્વ જાગૃતિમાં હતા. તેમણે સ્વયં અનશન વ્રત ધારણ કરી લીધું. ચારે આહારનો ત્યાગ કરી દીધો... અને તેમના મનમાં તત્ત્વચિંતન ચાલ્યું : ‘મને આ શું થઈ ગયું? ખરેખર, આ સંસાર જ ધિક્કાર પાત્ર છે. મેં શું ધાર્યું હતું... ને શું બની ગયું? મારી ઇચ્છા માતાને ધર્મકાર્યમાં જોડવાની હતી, સર્વ દુ:ખોથી મુક્ત ક૨વાની હતી. મારી એ ભાવના સફળ તો ન થઈ, ઉપરથી મારા પ્રમાદના કારણે માતા કલંકિત થઈ... હા, જો મેં સાધુધર્મની આચારમર્યાદા મુજબ સામે લાવેલી ભિક્ષા ગ્રહણ ના કરી હોત, માતાના હાથે ભોજન ન લીધું હોત... તો આ ભયંકર સ્થિતિ ના સર્જાત. માતાને દુઃખ જરૂર લાગત, પણ આ કલંક એના માથે ના આવત... અને લોકો તો પૂર્વાપરનો સંબંધ જોડવાના જ. ‘પૂર્વે પણ જાલિનીને શિખીકુમાર ઉપર દ્વેષ હતો જ. એ કુમારને મારવા ઇચ્છતી જ હતી... કપટ કરીને એણે કુમારને ભોજનમાં ઝેર આપી દીધું...' જરૂર માતા ઘોર અપયશ પામશે... તેને ભયંકર ક્લેશ થશે... તેને ઘેર પહોંચવું મુશ્કેલ બનશે... આ સંસારમાં જન્મ લેવો પડે છે... ત્યાં સુધી આવી અણધારી ઘટનાઓ બન્યા કરવાની. ધિક્કારપાત્ર છે જન્મ-જીવન અને મૃત્યુ! ક્યારેક જીવનમાં એવાં પૂર્વજન્મનાં કર્મો હોય છે કે જીવે ભૂલ ના કરી હોય, અપરાધ ના કર્યો હોય, છતાં એનો અપયશ થાય છે. અને કેટલાક મનુષ્યો ગુનો કરવા છતાં પણ નિર્દોષ જાહેર થતા હોય છે તેમનો અપરાધ ઢંકાઈ જતો હોય છે...' Ked ઝેર પૂરા શરીરમાં ફેલાઈ ગયું હતું. ચારે બાજુ બેઠેલા સાધુઓ આંસુ ભરેલી આંખે... અને ભરાયેલા કંઠે શ્રી નવકાર મંત્ર સંભળાવતા હતા... શિખીકુમારે વિચાર્યું : ‘પૂર્વે બાંધેલાં અશુભ કર્મોનું ફળ પ્રગટ થયું છે... મારે સમતાભાવે એ ફળ સ્વીકારી લેવાનું છે... એ માતાનો વિચાર હવે કરવા યોગ્ય નથી. એનું હિત થાઓ... મારા મહાન પુણ્યોદયથી મને મોક્ષમાર્ગ મળ્યો છે, જિનધર્મ મળ્યો છે... તો હવે મારે ભાગ-૧ * ભવ ત્રીજો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523