Book Title: Samaraditya Mahakatha Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 478
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “એ વેલનું નામ છે તૃષ્ણા! ભયંકર છે આ લતા. એનાં ફળ પણ ભયંકર છે.' મુનિશ્રેષ્ઠ, યથાર્થ છે આપની વાત... પરંતુ શરીરમાં એક ઘોર-પ્રચંડ અગ્નિ છે. એ અગ્નિ પ્રજ્વલિત જ રહે છે... ધીરે ધીરે શરીરને બાળે છે... એ અગ્નિને તમે કેવી રીતે બુઝાવી દીધો?' હે પિંગલ દેવ, મહામેઘમાંથી વરસતાં ઉત્તમ અને પવિત્ર પાણી લઈને... એ અગ્નિ ઉપર નાંખ્યા કરું છું. તેથી અગ્નિ બુઝાય છે. મને બાળતી નથી.' એ અગ્નિ ફઈ કઈ છે?' ‘ક્રોધ, માન, માયા અને લોભ-અગ્નિ છે. મહામેઘ સમાધિ છે. તેમાંથી શ્રુત, શીલ અને તપનું પાણી વરસે છે. એ પાણી હું ચાર પ્રકારના અગ્નિ ઉપર છાંટું છું. એટલે એ અગ્નિ મને નથી લાગતી.” ભગવંત, એક મહાકાય દુષ્ટ ઘોડો ચારેબાજુ ભાગંભાગ કરી રહ્યો છે. એ ધોડા ઉપર આપ બેઠેલા છો.... છતાં એ ઘોડો આપને ઉન્માર્ગે નથી લઈ જઈ શકતો તેનું શું કારણ છે?' એ ઘોડાને પકડીને જ્ઞાનરૂપી દોરડાથી બાંધી રાખું છું. માટે મારો એ ઘોડો ખોટા માર્ગે નથી જતો. સન્માર્ગ પર ચાલે છે.' એ અશ્વનું નામ?” “એ અશ્વનું નામ છે મને! ધર્મશિક્ષા દ્વારા એનો નિગ્રહ કરું છું.' હે મહામુનિ, આ સંસારમાં અનેક ઉન્માર્ગ છે. એ ઉન્માર્ગને ચાહનારા સન્માર્ગથી ભ્રષ્ટ થાય છે, પરંતુ તમે તો સન્માર્ગ પર જ ચાલો છો, તમે માર્ગભ્રષ્ટ કેમ નથી થતા? પિંગળદેવ, સન્માર્ગ પર ચાલનારાઓને હું જાણું છું, અને ઉન્માર્ગ ઉપર ચાલનારાઓને પણ જાણું છું. એટલે હું સન્માર્ગથી ભ્રષ્ટ નથી થતો.” ભગવંત, એ સન્માર્ગ ક્યા છે, ને એ ઉન્માર્ગ કયા છે? જિનભાષિત, જિનદર્શિત માર્ગ સન્માર્ગ છે, એ સિવાયના બધા ઉન્માર્ગ છે. હું શંકા વિના કહું છું કે જિનોસ્ત માર્ગ ઉત્તમ માર્ગ છે.' હે આચાર્ય, સિન્ધ જેવી નદીના મહાપ્રવાહમાં વહી જતાં જીવોને શરણભૂત... આશ્રયભૂત દ્વીપ કયો છે?” એ મહાદ્વીપ છે. વિશાળ છે. એનું નામ છે ધર્મદ્વીપ!' મહામુનિ, મહાસાગરમાં એક નૌકા છે. તમે એ નકામાં બેઠા છો. નૌકા ચારે દિશામાં ભટકી રહી છે. તો તમે કિનારે કેવી રીતે પહોંચશો?' પિંગલદેવ, જે નૌકા છિદ્રોવાળી હોય છે તે કિનારે પહોંચતી નથી, મધદરિયે 890 ભાગ-૧ ૪ ભવ ત્રીજો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523