Book Title: Samaraditya Mahakatha Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 496
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હે મુનીન્દ્ર, આપ યથા સમયે અહીં પધાર્યા છો. આપના પધારવાથી આપની જનનીને, કે જે અતિ વ્યથિત છે. અતિ વ્યાકુળ છે અતિ વ્યગ્ર છે, તેને આશ્વાસન મળશે. આપના અમૃતમય વચનોથી એના સંતપ્ત હૃદયને શાતા મળશે એની વ્યગ્રતા દૂર થશે. એને આપ ધર્મનો માર્ગ ચીંધીને, એના જીવનને ધર્મમય બનાવી શકશો.” શિખીકુમાર બોલ્યા : “હે નગરશ્રેષ્ઠી, આ જ હેતુથી, પૂજ્ય ગુરુદેવે મને અહીં મોકલ્યો છે. દુષ્પતિકાય માતાના ઉપકારનો બદલો આ રીતે યહૂકિંચિત્ પણ વાળી શકાશે. હું આવતીકાલે માતાની પાસે જવાની ભાવના રાખું છું.” ૦ ૦ ૦ માત્ર એક મુનિને સાથે લઈને શિખીકુમાર મુનીન્દ્ર, મહામંત્રીની હવેલી તરફ ચાલ્યા.. હવેલીનાં દ્વારમાં પ્રવેશ કર્યો ત્યાંનો નિર્જન ભાવ અને સૂનકાર... જોઈને મુનિશ્રેષ્ઠનું મન ભરાઈ આવ્યું. જાણે કે શતાબ્દીઓથી ત્યાં કોઈ રહેતું જ ના હોય... તેઓ હવેલીના એક પછી એક ખંડ વટાવતા આગળ વધ્યા. ત્યાં એક પરિચારિકા પાણીના ઘડા સાથે સામે મળી. તેણે ક્યારેય શિખીકુમારને જોયા ન હતા. થોડા વર્ષોથી જ તે આ હવેલીમાં આવી હતી. તેણે નમસ્કાર કરીને કહ્યું : “આપ કોણ છો અને અહીં શા માટે આવ્યા છો? શું આપ નથી જાણતા કે આર્યા જાલિનીની આજ્ઞા સિવાય કોઈ અહીં આવી શકતું નથી? ભદ્ર, આર્યા જાલિનીના નિમંત્રણથી જ અમે અહીં આવ્યા છીએ. તું અમને આર્યા જાલિની પાસે લઈ જઈશ?” કદાચ આમંત્રણ પૂર્વે આપ્યું હશે, મહામંત્રીના દેહાવસાન પછી આર્યા જાલિની કોઈ પક્ષને મળતાં નથી.” ભદ્ર, મારું નામ શિખીકુમાર છે જા આર્યા જાલિનીને કહે કે શિખીકુમાર તમને મળવા ચાહે છે.” શિખીકુમાર? શું આપ શિખીકુમાર છો?' પરિચારિકાએ પુનઃ પ્રણામ કર્યા ને તે જાલિનીના ખંડ તરફ દોડી ગઈ અને તરત જ પાછી આવી. શિખીકુમાર તેની પાછળ-પાછળ ચાલ્યા. જાલિનીના ખંડમાં પ્રવેશ કર્યો. ખંડ સ્વચ્છ હતો. તેમાં કોઈ જ રાચરચીલું ન હતું. એક ચટાઈ ઉપર આર્યા જાલિની અધોમુખી બેઠી હતી. તેણે શ્વેત વસ્ત્ર પહેર્યા હતાં. પદધ્વનિ સાંભળતાં તેણે આંખો ઊંચી કરીને જોયું એના હોઠ ફફડચા. બે હથેળીથી તેણે આંખો લૂછી ધારીધારીને તે જોવા લાગી. પછી સ્વગત બોલવા લાગી.. કોણ તું શિખી? ઓ ... તને ઓળખું છું પુત્ર.” શિખીકુમાર માતાને ઓળખી જ ના શક્યા જાલિની ઊભી થઈ. શિખીકુમાર ૪૭૮ ભાગ-૧ ( ભવ ત્રીજો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523