Book Title: Samaraditya Mahakatha Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 456
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકેન્દ્રિયનાં જીવન પણ અસંખ્ય પસાર કર્યો. તે પછી બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયનાં જીવન મળ્યાં. દુઃખ અને વેદનાનાં જ એ બધાં જીવન હતાં. પંચેન્દ્રિય પશુનાં, મનુષ્યનાં, નારકીનાં અને દેવોનાં જીવન મળ્યાં... એ બધાં જીવનોમાં જો ભાન ભૂલીને પાપકર્મ બાંધતા રહીશું તો ફરીથી દુર્ગતિઓનાં જીવનોની પરંપરા ચાલુ થઈ જશે. માટે જાગ્રત થાઓ, જ્ઞાનદૃષ્ટિ ખોલો. અને જીવનમાં ધર્મનું સેવન કરી પાપોનો ત્યાગ કરો. - સાધુજીવન જ એક એવું જીવન છે કે જે પૂર્ણ તથા નિષ્પાપ જીવન છે. સાધુજીવનમાં એક પણ પાપ આચરવાનું હોતું નથી. જો તમે કષ્ટોથી ડરો નહીં તો સાધુજીવન સ્વીકારી શકો. આત્માને લાગેલાં અનંત કર્મોની નિર્જરા કરી શકો અને સિદ્ધબુદ્ધમુક્ત બની શકો. સાધુજીવન જીવવાનો ઉલ્લાસ જગાવો! જો તરુણ વયનો શિખીકમાર સાધુ બની શકે છે... તો પછી તમે કેમ સાધુ ના બની શકો? ગૃહવાસનાં સર્વ બંધનોને તોડી નાંખો. માયા-મમતાને તજી દો.. કષાયોની આગને ઠારી દો... તમે મોક્ષમાર્ગના આરાધક બની શકશો.” આચાર્યદેવે ઉપદેશ પૂર્ણ કર્યો. સહુજનોએ જય જયકારથી વનને ગજવી દીધું... અને સહુ શિખી મુનિને વંદન કરી, અભિનંદન આપી નગરમાં પાછા ફર્યા. જાલિની! દીક્ષા મહોત્સવમાં પણ તે આવી નહીં. ઘરના ઓરડામાં જ પુરાઈને બેઠી રહી. જો કે વિચારો તો શિખીકુમારના જ કરતી રહી. “હવે એ ચાલ્યો ગયો... ઘરમાં પાછો નહીં આવે. જે દીક્ષા લે છે એ જીવનપર્યત પરિભ્રમણ કરે છે. ભટકવા દો એને ભલે એને ખૂબ કષ્ટ પડે... હું રાજી થઈશ. એને ભોજન ન મળે. યથા સમયે પાણી ના મળે... રાતવાસો કરવા જગા ના મળે.. તો સારું થાય. એ ભૂખ્યો ને તરસ્યો મરવો જોઈએ. અને જંગલમાંથી પસાર થતાં કોઈ વન્ય પશુ સિંહ, વરુ કે વાઘ. એના પર તરાપ મારે... એના દેહને ચીરી નાંખે એના ગરમ ગરમ લોહીને પી જાય. એના માંસની ઉજાણી કરે.... તો તો ઘણું સારું! મને આવા સમાચાર ક્યારે મળશે? જે દિવસે આવા... એના મોતના સમાચાર મળશે ત્યારે હું બત્રીશ પકવાન બનાવીને ખાઈશ! ક્યારેક ક્યાંક ઘાસની ઝૂંપડીમાં એ સૂતો હોય... ને કોઈ એ ઝૂંપડીને સળગાવી દે.. ભડભડતી આગમાં એ શિખી બળીને રાખ થઈ જાય તો..? તો મારા રોમે રોમે ફૂલ ખીલી જશે... હું આનંદથી નાચીશ! ક્યારેક એની ભિક્ષામાં ઝેર આવી જાય... ઝેરવાળું ભોજન કરી લે. પછી એનું એડ એ ભાગ-૧ ૪ ભવ ત્રીજો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523