________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- જો મૃત્યુ નિશ્ચિત જ છે, તો પછી જીવનની શી જરૂર છે? | વિચારોના વાવાઝોડાએ મહારાજાના મનને ત્રસ્ત કરી દીધું. તેમની આંખોમાં વેદના તરવરવા લાગી. તેમના મુખ પર આકુળતા લેપાઈ ગઈ. તેઓ નજીકમાં પડેલા ભદ્રાસન પર બેસી પડ્યા. આંખો બંધ થઈ ગઈ...
તેમની કલ્પનામાં આચાર્યશ્રી વિજયસેન તરી આવ્યા. મહારાજાના બે હાથ જોડાઈ ગયા. મસ્તકે અંજલિ રચાઈ ગઈ. ભાવપૂર્વક વંદના કરી. મન કંઈક સ્વસ્થ થયું, નિરાકુળ થયું.
પરિચારિકાએ આવીને દુગ્ધપાન માટે આમંત્રણ આપ્યું. “આજે હું “પોરિસી' કરીશ. એક પ્રહર પછી દુગ્ધપાન કરીશ.” એમ કહી પરિચારિકાને વિદાય કરી.
તેમને આચાર્યશ્રી વિજયસેનનાં વચનો યાદ આવ્યાં : “જીવન અને મૃત્યુ સાથે આયુષ્ય-કર્મનો સંબંધ છે. આયુષ્ય જેટલું હોય તેટલું જીવન, આયુષ્યકર્મ ભોગવાઈ જાય એટલે મૃત્યુ
જ્યાં સુધી આત્મા અને કર્મોનો સંબંધ રહેશે ત્યાં સુધી જન્મ, જીવન અને મૃત્યુની ઘટમાળ ચાલ્યા જ કરશે. જન્મ થશે, જીવન જીવવું પડશે. અને છેલ્લે મૃત્યુની આંગળી ઝાલીને ચાલી નીકળવું પડશે..
પરંતુ મૃત્યુ આત્માનું થતું નથી. જન્મ અને મૃત્યુનો સીધો સંબંધ શરીર સાથે છે. શરીર જન્મે છે, શરીર મરે છે. પરંતુ આત્મા શરીરધારી હોવાથી સંસાર-વ્યવહારમાં કહેવાય છે કે : “જીવનો જન્મ થયો, જીવનું મૃત્યુ થયું.”
આચાર્યદેવે મને વાત્સલ્યભાવથી કહ્યું હતું : “રાજન, “ક્યારેય તમે શરીરને શાશ્વત માનશો નહીં. એ ક્ષણભંગુર જ છે. શરીરનો નાશ અનિવાર્ય છે. મૃત્યુ આગળ બધા જ જીવો અસહાય છે. અશરણ છે. અવશ છે. મોટા મોટા ચક્રવર્તીઓ.... બળદેવો અને વાસુદેવો પણ મૃત્યુની સામે પોતાની જાતને અસહાય માને છે.”
રાજાના શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ગઈ. તેમનું મનોમંથન ચાલતું રહ્યું : “જ્યારે બધા જ જીવાત્માઓનું મૃત્યુ નિશ્ચિત છે, તો પછી શા માટે કોઈ વસ્તુ કે વ્યક્તિ પર મોહ રાખવો? શા માટે રાગનાં આવરણ ઓઢવાં જોઈએ? વ્યર્થ છે મોહની બધી મથામણ. વ્યર્થ છે રાગની બધી રૂંધામણ. એક દિવસે બધી જ વસ્તુઓનો. બધી જ વ્યક્તિઓનો સંગ વેરવિખેર બની જવાનો છે. બધી વ્યક્તિઓના સંબંધો પાણીમાં ઓગળી જતી સાકરની જેમ સમયના પ્રવાહમાં ઓગળી જવાના છે. આત્મા સાવ જ એકલો પરલોકની યાત્રાએ ઉપડી જશે. ત્યાં વળી નવી દુનિયામાં નવી જીવનયાજ્ઞા પ્રારંભાશે. નવા સાથી, નવા સંગાથી મળશે.... પરંતુ કોને ખબર... મૃત્યુ પછી આત્માની સદ્ગતિ થશે કે દુર્ગતિ? મનુષ્ય મરીને
ભાગ-૧ % ભવ પહેલો
૧૬
For Private And Personal Use Only