________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ના રે ના. એવી ઔષધિ મારે લેવી નથી. ભલે આ ગર્ભ ના મરે, એનો જન્મ થયા પછી વાત...' જાલિનીએ દાંત કચકચાવ્યા.
“એ ચિંતા ના કરીશ. જન્મ થયા પછી તરત જ એને હું ઠેકાણે પાડી દઈશ.. ને જાહેર કરીશ કે જાલિનીએ મૃતપુત્રને જન્મ આપ્યો છે...! બરાબર છે ને મારી યોજના?’
જાલિનીને માલિનીની યોજના ગમી ગઈ. દિવસો પૂરા થયા. જાલિનીએ પુત્રને જન્મ આપ્યો.
માલિનીએ પુત્રને વસ્ત્રમાં લપેટી લીધો.. અને સડસડાટ એ બ્રહ્મદત્તની પાસે પહેંચી ગઈ. બ્રહ્મદત્તને પુત્ર સોંપીને જાલિની પાસે આવી. જાલિનીના કાનમાં કહ્યું : ‘કામ પતી ગયું છે. હવે તું નિશ્ચિત રહે...”
૦ ૦ ૦ બ્રહ્મદત્તે પુત્રને પોતાના અંગત મિત્રના ઘરમાં રાખ્યો. ગુપ્ત આવાસમાં રાખ્યો. એક ધાવમાતા રાખી બધી જ સુવિધાઓ ત્યાં ગોઠવી દીધી.
ગૌર વર્ણ... લંબગોળ ચહેરો.. વિશાળ લલાટ અને માંસલ દે! મોટી પણ મોહક આંખો.. અને લાલ-લાલ હોઠ..
બાળકને - પુત્રને જોઈ બ્રહ્મદત્ત આનંદવિભોર થઈ ગયો. “આવો રૂપ-રૂપનો અંબાર પુત્ર જાલિનીને ના ગમ્યો? શત્રુને પણ ગમી જાય એવું એનું આકર્ષણ છે.... છતાં જાલિનીએ એનો ત્યાગ કર્યો? કેવું એનું ઘોર દુર્ભાગ્ય? ખેર, હમણાં ભલે ના ગમે, હું એને ભણાવી-ગણાવીને મોટો કરીશ.... જ્યારે એ તરુણ વયમાં આવશે.. ત્યારે એને ઘરમાં લઈ જઈશ...! ત્યારે જાલિનીને જરૂર એ ગમી જશે.'
પણ ના ગમ્યો તરુણ શિખીકુમાર એની માતાને.
રર
રફ
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only