________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ ગુરુદેવ, શું વૈરાગ્યની સાથે વિરતિ આવે જ, એવો નિયમ ખરો?
‘કુમાર, એવો નિયમ નથી. વૈરાગ્ય એ વિરતિની પૂર્વભૂમિકા છે. વૈરાગી ત્યાગી બને અને ન પણ બને.' આચાર્યદેવે બહુ સ્પષ્ટ વાત કરી.
‘એવું તો ના જ કહેવાય ને કે ગૃહત્યાગ કરે તો જ વૈરાગ્ય સાચો કહેવાય, અને ગૃહત્યાગ ના કરે તો વૈરાગ્ય સાચો ના કહેવાય?’
‘ગૃહવાસમાં રહેલો મનુષ્ય વૈરાગી હોઈ શકે છે, વૈરાગી રહી શકે છે... પરંતુ સાચા-ખોટા વૈ૨ાગ્યનો નિર્ણય તો મનુષ્ય પોતે જ કરી શકે.'
‘ભગવંત, ગઈકાલે આપે આપના ગુરુદેવના સાત જન્મોની કથા સંભળાવી... તેમાં ભિન્ન-ભિન્ન ગતિની વાતો સાંભળી ને મારું તો સમગ્ર અસ્તિત્વ હલી ઊઠ્યું છે. શું મનુષ્ય મરીને દેવ થઈ શકે છે? મનુષ્ય મરીને મનુષ્ય થઈ શકે છે? મનુષ્ય મરીને તિર્યંચગતિમાં અને નરકમાં જઈ શકે છે? એવી રીતે દેવ મનુષ્ય બની શકે છે? નારકીનો જીવ મનુષ્ય બની શકે છે? પશુ-પક્ષીનો જીવ મનુષ્ય બની શકે છે? અને મનુષ્ય મરીને મનુષ્ય બની શકે છે?
‘હા, કુમાર... આ બધું શક્ય છે. પરંતુ દેવ સીધો નરકમાં જન્મી શકતો નથી. નારક સીધો દેવ બની શકતો નથી...'
‘શું કારણ ગુરુદેવ?’ કુમારે પૂછ્યું.
‘કારણ કે નરકમાં લઈ જનારા વિચારો દેવ કરી શકતો નથી. એટલા અધમ... નીચ અને નિકૃષ્ટ વિચારો દેવ ના કરી શકે. એવી દુષ્ટ અને નિકૃષ્ટ પ્રવૃત્તિ પણ દેવો નથી કરી શકતા, એટલે તેઓ નરકગતિમાં નથી ઉત્પન્ન થતા, એવી રીતે નારકીમાં રહેલા જીવો, દેવગતિ પામવા માટે જેવા સારા, શુભ અને શ્રેષ્ઠ વિચારો કરવા જોઈએ તે નથી કરી શકતા. એવી શુદ્ધ, સાત્ત્વિક અને ધાર્મિક પ્રવૃત્તિ પણ નથી કરી શકતા. માટે તેઓ દેવલોકમાં ઉત્પન્ન નથી થઈ શકતા.’
‘ભગવનુ, આપના ગુરુદેવની આત્મકથામાં મેં સાંભળ્યું કે બીજા ભવમાં તેઓ હાથી હતા, મરીને તેઓ દેવ થયા હતા... તો શું પશુ, દેવ બનવાના શુભ વિચારો અને સારી પ્રવૃત્તિ કરી શકે છે?’
‘કરી શકે છે! પરંતુ બધાં પશુઓ નહીં, માંસાહારી પશુઓ તો નહીં જ! હાથી, ઘોડા, હરણ... જેવાં નિરામિષ આહારી પશુઓમાં, એવા શુભ વિચારો ઉદ્ભવી શકે... એવો પ્રશાન્ત ભાવ મૃત્યુ વેળાએ આવી શકે... કે જે દેવ બનવા માટે યોગ્ય હોય...
કુમાર, પશુ-પક્ષીને સદ્ગતિ માટે, એટલે કે દેવગતિ માટે કે મનુષ્યગતિ પામવા માટે પુરુષાર્થની જરૂર નથી હોતી, અને એ પુરુષાર્થ કરી પણ ના શકે! એમની સદ્ગતિનો આધાર તેમનાં પોતાનાં કર્મો જ હોય છે. અમુક દુષ્ટ કર્મોનો સહજતાથી શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૨૦૧