________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસૂતિનો સમય આવી લાગ્યો.
કુસુમાવલીના વિશાળ શયનખંડને વ્યવસ્થિત ગોઠવી દેવામાં આવ્યો. ધાવમાતા પુષ્પલતા અને મદનરેખાએ પ્રસૂતિની બધી જવાબદારી સંભાળી લીધી. મહારાજાની એક પણ દાસીને ત્યાં પ્રવેશવા ના દીધી, પ્રસૂતિ થવાને એકાદ ઘટિકા શેષ હતી ત્યાં માધવિકાએ મદનરેખા પાસે આવી તેને કાનમાં પૂછ્યું : “અહીંથી મહેલની બહાર નીકળવાનો ગુપ્ત રસ્તો તો મને દેખાડ્યો નહીં...?'
મદનરેખાને થોડી ચીડ તો ચઢી, પરંતુ એણે ગુપ્ત રસ્તાની સમજણ આપી. છતાં મુખ્ય દ્વારમાંથી તો એણે પસાર થવાનું જ હતું. હજુ મદનરેખા માધવિકાને સમજાવી રહી હતી, ત્યાં તો રાણીની વેદનાની ચીસો શરૂ થઈ. માધવિકાને ખંડની અંદર ન ઊભા રહેવાની સૂચના આપી મદનરેખા રાણીની પાસે દોડી ગઈ, પુષ્પલતાએ ઉપચાર ચાલુ કરી દીધા. મદનરેખા એની સહાયતામાં લાગી ગઈ... એક ઘટિકા સુધી રાણીને ઘોર પ્રસવ-પીડા સહન કરી... તેણે પુત્રને જન્મ આપ્યો. તરત જ નવજાત બાળકને સાફ કરી, એક જાડા શ્વેત વસ્ત્રમાં લપેટી માધવિકાને આપી દીધો. માધવિડા શયનખંડના ગુપ્ત માર્ગેથી રવાના થઈ ગઈ.
રાણીએ મદનરેખા સામે જોયું. મદનરેખાએ રાણીના કાનમાં કહી દીધું. “કામ પતી ગયું છે.” રાણીના મુખ પર પરમ સંતોષ છવાઈ ગયો. તેને શાન્ત નિદ્રા આવી ગઈ.'
મદનરેખાએ પુષ્પલતા સામે જોયું બોલી : “માધવિકાનું કામ સુખરૂપ પતી જાય.. એટલે બસ, પછી તો મહામંત્રી સંભાળી લેશે.. મહારાણી ઘોર માનસિક પીડાથી મુક્ત થયાં.”
૦ ૦ ૦ ‘ઊભી રહે માધવિકા...' મહેલમાંથી બહાર નીકળવાના દ્વારે જ મહારાજા અચાનક ભટકાઈ ગયા. માધવિકા હાંફળી-ફાંફળી થઈ ગઈ. મહારાજાએ સ્વાભાવિક જ એને પૂછ્યું :
માલવિકા શું લઈને બહાર જાય છે અત્યારે?” કંઈ નથી મહારાજા, હું મારા ઘેર જાઉં છું...” ‘ભલે જા, એ તો કહે મહાદેવીની તબિયત કેવી છે?' હજુ તો મહારાજા પૂછે છે. ત્યાં માધવિકાના બે હાથમાં વસ્ત્રાવૃત્ત કુમારે રુદન ચાલું કર્યું. રુદન સાંભળીને રાજા તો ચમકી ઊઠ્યો... માધવિકા થર થર ધ્રુજવા લાગી. એની આંખો પહોળી થઈ ગઈમહારાજાએ કડક સ્વરે પૂછયું :
ભાગ-૧ * ભવ બીજો
For Private And Personal Use Only