________________
શ્રી હરિભદ્રસૂરીશ્વર વિરચિત સમરાદિત્ય કેવલીની કથા
૧. ગુણસેન અને અગ્નિશમાં જંબુદ્વીપના મહાવિદેહમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર હતું. તે નગરમાં લેકે એકંદરે ધર્મપ્રેમી હતા. તેઓ યશપ્રેમી હતા. તેઓ પાપાચારથી ડરતા હતા. અને દાનાદિ પ્રવૃત્તિમાં રાચતા હતા. નિર્લોભી હોવાથી તેઓ ધર્મને સાચું ધન સમજતા હતા.
આ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં પૂર્ણ ચંદ્ર નામે રાજા હતે. તેને કુમુદિની નામે એક ગુણિયલ રાણી હતી. વખત જતાં રાણીએ એક પુત્ર રતનને જન્મ આપ્યો. પુત્રનું નામ ગુણસેન પાડવામાં આવ્યું. નામ પ્રમાણે એ ગુણને ભંડાર હતે. પણ એનામાં એક અવગુણ હતે. તે કીડાપ્રિય હતે. એને કૌતુક ખૂબ ગમતું. એટલે રાજપુરોહિતના પુત્ર અગ્નિશ જોડે એ કૌતુક કરતા. તેને હવામાં પણ ઉછાળતે. કોઈવાર તેના પર ઘેડેસ્વાર થતે.
એ અગ્નિશર્માના પિતાનું નામ યજ્ઞદર હતું. તે ધર્મશાસ્ત્રમાં પારંગત હતે. વળી તે વ્યવહારનીતિમાં પણ કુશળ હતે. બ્રાહ્મણ છતાં એ નિર્લોભી હતે. અને તેથી એનામાં આરંભ પરિગ્રહ ખૂબ ઓછો જણાતો. અહ૫ પરિગ્રહવાળે હોવાથી એનું જીવન નીતિ નિયમથી પૂર્ણ હતું એમ કહી શકાય. આમ એણે આર્ય સંસ્કૃતિ પચાવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org