Book Title: Sadgati Tamara Hathma
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 3
________________ આમુખ રાગ-દ્વેષ રહિત એવા સર્વજ્ઞ ભગવંતો કહે છે કે, આ જીવ અનાદિ કાળથી આ સંસારના ઇતિહાસમાં જેટલીવાર દુર્ગતિને પામ્યો છે તેના કરતાં કંઈ ગણી ઓછીવાર સદ્દગતિને માંડ માંડ પામ્યો છે. અહીં સગતિનો અર્થ એ છે કે, સત્ એટલે સુંદર, સારું; ગતિ એટલે ગમન, એટલે કે પાંચેય ઇન્દ્રિયોના સુંદર વિષયોમાં ગમન થઈ શકે, એટલે કે તેનો ભોગવટો થઇ શકે તે સ્થાન; પાંચેય ઇન્દ્રિયોના વિષયોની સાથે સાથે તીર્થકર ભગવંતો, કેવલી ભગવંતો, ગણધર ભગવંતો, જિનપ્રતિમાઓ, જૈનધર્મશાસ્ત્રો આદિનો સુયોગ થાય તેવું સ્થાન. આ વાત વ્યવહારથી છે. વાસ્તવિક રીતે તો સતનો અર્થ ઋજુસૂત્રઉપજીવીસંગ્રહનયથી આત્મા-બ્રહ્મ એવો થાય છે. ગતિ એટલે ગમન અર્થાત્ અશુદ્ધ આત્માનું શુદ્ધ આત્મા તરફનું ગમન, ભૌતિક સુખ ત્યજીને આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરવા માટેનું ગમન, તે સદ્ગતિ. આ સદ્ગતિ કરાવવા માટે પરમ પૂજ્ય પંડિત મહારાજ સાહેબે જે વ્યાખ્યાનો સુંદર શૈલીમાં આપેલાં છે, તેનું આ પુસ્તકમાં સુંદર સંકલન કર્યું છે, માટે આ પુસ્તકનું નામ “સગતિ તમારા હાથમાં” એ રાખવામાં આવેલ છે. તેમાં સદ્ગતિનો અર્થ ઉપર જણાવેલ છે. “તમારા હાથમાં” એ શબ્દો પણ ઘણું સૂચવે છે. એ જણાવે છે કે, સદ્ગતિ એ પણ પ્રધાનપણે જીવના પુરુષાર્થથી સાધ્ય છે; પુરુષાર્થ, કર્મ, ભવિતવ્યતા આદિ પાંચ કારણો દ્વારા જ થતા કોઇપણ કાર્ય પૈકી, આધ્યાત્મિક વિકાસ કરવારૂપ કાર્યમાં પ્રાય: પુરુષાર્થની જ પ્રધાનતા છે, તેમ એ શબ્દો સૂચવે છે. મુખપૃષ્ઠમાં જે ચૌદરાજલોક દર્શાવ્યા છે, તે જણાવે છે કે, ગતિ તો લોકમાં જ થાય છે, અલોકમાં નહીં, અને તેમાં પણ સદ્ગતિ ચૌદરાજલોકની આજુબાજુ દર્શાવેલ છ કારણથી થાય છે. મુખપૃષ્ઠમાં દર્શાવેલ ચિત્રમાં છ લેશ્યા, દેવવિમાન અને પરમાત્મતત્ત્વ છે. તેમાંથી છ વેશ્યાનું ચિત્ર જણાવે છે કે, જીવ તાત્ત્વિક પ્રણિધાન, પ્રવૃત્તિ આદિ શુભ આશયો વગર છ લેશ્યાઓ કરીને અનાદિકાળથી દુર્ગતિ અને વ્યવહારિક સંગતિમાં ફરતો રહ્યો, પણ પરમગતિ તરફ તેણે પ્રયાણ કર્યું નથી. દેવવિમાનનું ચિત્ર સૂચવે છે કે, જીવ પ્રણિધાન, પ્રવૃત્તિ આદિ શુભ આશયોથી યુક્ત ગુણસ્થાનક દ્વારા પરમગતિનું કારણ બને તેવી સગતિને પામે છે અને પરંપરાએ પરમાત્મા-શુદ્ધ આત્માના સ્વરૂપને પામીને પરમગતિને પામે છે, તે વાત પરમાત્મતત્ત્વનું ચિત્ર સૂચવે છે. ઉમંગભાઈ અશોકભાઈ શાહ અમૂલ સોસાયટી, ઓપેરા, અમદાવાદ. For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 178