Book Title: Rajbodh
Author(s): Mansukhlal Ravjibhai Mehta
Publisher: Mansukhlal Ravjibhai Mehta

View full book text
Previous | Next

Page 3
________________ આમુખ. “ The more I consider his lifo nnd luis writings, the more I consider him to have been the best Indian of his times. Indeed I put him much higher than Tolstoy in religious perception. Both - Kavi and Tolstoy have lived as they havo preached.” Mr. M. K. Gandhi. જેમ જેમ હું તેઓના જીવનને અને તેઓના લખાણનો વિશેષ વિચાર કરું છું, તેમ તેમ મારી વિશેષ પ્રતીતિ થાય છે કે તેઓ એમના સમયના સર્વોત્કૃષ્ટ હિંદી હતા. ખરેખર, હું તેઓને સ્ટેય કરતાં ધાર્મિક સ્વાનુભવ–આત્માનુભવ–માં વિશેષ ગણું છું. કવિ અને ડ્રાય બન્નેએ જેવા પ્રકારને તેઓએ ઉપદેશ આપે છે તે પ્રમાણેનું જ ચારિત્ર પાળ્યું છે.” મી. એમ. કે. ગાંધી. - કાઉન્ટ ઢોસ્ટેય નામના રેશ્યન ફિલસુફનું નામ જંગ...સિદ્ધ છે. તેઓ એક સમર્થ રાજદ્વારી હોવા છતાં ધર્મ સંબંધીના વિષયમાં પણ એક તત્ત્વજ્ઞાની તરીકેની કીતિ સંપ્રાપ્ત કરી શક્યા હતા, એવી તેઓની ધર્મ વિચાર શોધક બુદ્ધિ હતી. તેના વિચારે પશ્ચિમ ભણુના સંસ્કાર કરતાં પૂર્વભણુના સંસ્કારોને વિશેષ મળતા આવે છે. આ સમર્થ રશ્યન ફિલસુફની સરખામણી કવિના બિરૂદથી પ્રખ્યાત થએલ સ્વર્ગીય શ્રીમાન રાજચંદ્રની સાથે હાલમાં કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં એશ્યાટિકનાં હિતને માટે અનેક સંકટ ભોગવી આજે સુધરેલી ગણાતી પૃથ્વી ઉપર શ્રીયુત મેહનઘસ કરમચંદ ગાંધી, બેરીસ્ટર–એટ–લૌએ પિતાનું નામ અમર કર્યું છે. શ્રીયુત ગાંધીને શ્રીમાન રાજચંદ્રની સાથે જાતિ સમાગમ થયો હતો. શ્રીયુત ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં આવેલ તેંટાલ દેશના . હિંદીઓ પ્રત્યે એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેઓએ ઉપર્યુક્ત સરખામણીશ્રીમામ્ રાજચંદ્રની અને કાઉન્ટ ઢોલોની-કરી છે. જે રશ્યન તત્વજ્ઞ આખી સુધરેલી દુનિયામાં પોતાના જ્ઞાન ભંડળમાટે કીર્તિ સંપ્રાપ્ત કરી શક્યા છે તેની સરખામણીમાં ધાર્મિક સ્વાનુભવમાં શ્રીમાન રાજચંદ્ર વિરોષ આગળ વધી જાય છે એમ શ્રીયુત ગાંધીને અભિપ્રાય પ્રત્યેકે પ્રત્યેક હિંદિીને એક અત્યંત અભિમાન ઉત્પન્ન કર્યા વિના રહે તેમ નથી. શ્રીમાન રાજચંદ્રનું નામ જૈન સમાજમાં એટલું બધું પ્રસિદ્ધ છે કે, તેઓને માટે વિશેષ માહિતી આપવાની જરુર નથી, છતાં તેના જીવનને સંક્ષિપ્ત ખ્યાલ અન્યત્ર આપ્યો છે. અલાહબાદમાં નીકળતા જાણીતા એંગ્લો ઇન્ડયન પત્ર પાયોનીયર” શ્રીમાન રાજચંદ્રના દત્સગ સમયે એક સ્થંભ લેખ લખી આજે પણ હિંદમાં કેવા પુરૂષો ઉત્પન્ન થાય છે તે બતાવવાના હેતુએ તે લેખને “આજના હિંદીએ” (Indians of Tc-day) નામનું મથાળું આપ્યું હતું, Scanned by CamScanner

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 146