Book Title: Purv Africama Bharatiya Sanskritino Prachar
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 8
________________ તા દ્વારા માત્ર પ્રમુખની એ? પણ ભારતના સાધુ સન્યાસીઓએ ભારતીય ધર્મ, ભારતીય દર્શન અને ભારતીય સંસ્કૃતિના અમર સંદેશાઓને જગતના ખુણેખુણમાં પ્રચાર કરવાની જવાબદારી પોતાને માથે ઉપાડી લેવાની તત્પરતા દાખવવી જોઈએ. - તા. ૩૦મીએ મુંબઈ પ્રાંતીય કેસ કમિટિ તરફથી આ મંડળીને વિદાયમાન આપવા સારૂ એક વિરાટ સમારંભ યોજવામાં આવ્યો હતો. આ સમારંભનું પ્રમુખપદ મુંબઈ પ્રાંતીય સમિતિના પ્રમુખ શ્રી એસ. કે પાટીલે લીધું હતું. શ્રી પાટીલે એ પ્રસંગે કહ્યું હતું કે હિંદુસ્તાન જ્યારે પરાધીન હતું તે વખતે પણ દુનિયાભરમાં ભારતીય ધર્મ, દર્શન અને સંસ્કૃતિના પ્રચારકાર્યમાં સ્વામી શ્રી વિવેકાનંદજી વગેરે પ્રચારકને જ્યારે ઘણી સફળતા મળી હતી, ત્યારે ભારત સ્વતંત્ર થયા પછી આજે જે પ્રચારક મંડળી એવા કાર્યને માટે વિદેશ તરફ જઈ રહી છે તેને તેથીય વધારે સફળતા મળી જશે એમાં લેશ પણ સંદેહ નથી. - સ્વામી શ્રી અદ્વૈતાનંદજીએ એના જવાબમાં કહ્યું હતું કે – સ્વતંત્ર ભારત તરફથી આજે જેવી રીતે જુદા જુદા દેશમાં પિતાના રાષ્ટ્રદૂતને મોકલવામાં આવે છે તેવી જ રીતે સાંસ્કૃતિક દૂતને પણ મેકલવા જોઈએ. એનું કારણ એ છે કે એક માત્ર ભારતીય સંસ્કૃતિ જ દુનિયાને આજની અશાંતિઓ અને ઝઘડાઓમાંથી ઉગારી લઈને એને શાંતિને માર્ગ બતાવી શકે છે. તા. ૩૧મીએ પણ મુંબઈની કેટલીક બીજી સંસ્થાઓ તરફથી આ મંડળીને વિદાયમાન આપવામાં આવ્યું હતું. ભારત સેવાશ્રમ સંઘના પ્રમુખ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજે પણ કલકત્તાથી એક તારના સંદેશા દ્વારા મંડળીને આશીર્વાદ આપ્યા હતા. તા. ૪થી જુને આ મંડળી મુંબઈથી આદીકા તરફ ઉપડી ગઈ હતી. આ મંડળીને મળેલા પ્રખ્યાત દેશનેતાઓના અભિનંદન તેમજ પરિચયપત્ર : ઓલ ઇન્ડીયા કોંગ્રેસ કમીટી ઓફિસ બૂદિલ્હીથી તા. ૮: મે: ૧૯૪૮ને દિને ઇસ્ટ આફ્રિકન ઇનિઅન નેશનલ કોંગ્રેસના પ્રમુખ પર લખેલ પત્રઃShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68