________________
ગૌરવને પુર્નજીવિત કરવા પ્રત્યે બને એટલું ધ્યાન આપી રહ્યું છે. અને તેથી જ તેના પ્રચાર માટે દરેક શહેરમાં એવાં અનુષ્ઠાને પણ રાખે છે.” - હવનમાં ઘણુ આફ્રિકનએ પણ ભાગ લીધો હતો.
મા ઉપરાંત સ્વામીજીએ બીજા વિવિધ વિષયે પર જુસ્સાદાર - પ્રવચને કરી જનતાને મુગ્ધ કરી દીધી હતી.
નાઈરોબીમાં ભવ્ય સ્વાગત. ભારત સેવાશ્રમ સંઘ તરફથી પૂર્વ આફ્રિકામાં આવેલા ભારતીય - સંસ્કૃતિ મિશનના પ્રતિનિધિઓ ટાંગાનિકા અને યુગેન્ડા પ્રદેશમાં પ્રચાર કાર્ય પૂરું કરીને તા. ૨૩-૧-૪૯ ને દિવસે પૂર્વ આફ્રિકાના પાટનગર નાઇરોબીમાં આવી પહોંચ્યાં. તેમના સ્વાગત માટેની બધી વ્યવસ્થા કરવા સારૂ એથી પહેલાં જ તા. ૧૫-૧૧-૪૮ ને દિવસે અહીં પૂર્વ આફ્રિકાના ભારતીય હાઈ કમિશનર શ્રી આપા સાહેબ પંતના પ્રમુખપદે નાઈરોબી, નાકુરૂ, કિસમુ તથા કરાટીનાની જુદી જુદી - સંસ્થાઓના લગભગ ૬૦ જેટલા પ્રતિનિધિઓની એક સભા ભરાઈ હતી જેમાં શ્રી પંતે જણાવ્યું હતું કે “આ મિશનને ભારત સરકારને ટેકે છે તેનું કારણ એ છે કે જે સંસ્થા તરફથી આ મિશનને મોકલવામાં આવ્યું છે તે સંસ્થાએ ધાર્મિક, સામાજિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રમાં ઘણા પ્રશંસનીય કાર્યો કર્યા છે. આ સભામાં આ મિશનનું ભવ્ય સ્વાગત કરવા માટે એક સ્વાગત સમિતિ અને તેને આશ્રયે જુદા જુદા કાર્યની વ્યવસ્થા માટે ત્રણ પેટા સમિતિઓની રચના થઈ હતી. શ્રી જે. એમ, દેશાઈ આ સમિતિના પ્રમુખ તરીકે, .શ્રી. બી. આર. શર્મા ઉપપ્રમુખ તરીકે, ડો. વી. વી. પટવર્ધન સામાન્ય મંત્રી તરીકે, શ્રી. એસ. કે. સરકાર સહકારી મંત્રી તરીકે, શ્રી મેઘજીભાઈ કે. માલ! ખજાનચી તરીકે તેમ જ શ્રી ડી. આર. પટેલ સહકારી ખજાનચી તરીકે નિમાયા હતા.
મિશનના પ્રતિનિધિઓ નાઈરોબી સ્ટેશને પહોંચતા જ સ્ટેશન પ્લેટફોર્મમાં સ્વાગત સમિતિ, ઈસ્ટ આફ્રિકન ઇન્ડિયન નેશનલ કેસ, હિંદુ યુનિયન, કચ્છી ગુજરાતી હિંદુ યુનિયન, પટેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com