Book Title: Purv Africama Bharatiya Sanskritino Prachar
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 59
________________ આપા સાહેબ પંત તેમ જ ટાંગાનિકા યુગાંડા, કેનિયા, ઝાંઝીબાર વિગેરે પૂર્વ આફ્રિકાના જુદા જુદા પ્રદેશની જુદી જુદી સંસ્થાઓ તરફથી જે સદેશાઓ મળ્યા હતા તે બધા સંદેશાઓને વાંચી સંભલાવ્યા હતા.. શ્રી ડી. આર દીક્ષિત, શ્રી એ. એમ. વર્મા, શ્રી લક્ષ્મીનારાયણ શાસ્ત્રી, સરદાર હરભજનસિંહ તથા સ્વામી શ્રી પરમાનંદજી વગેરે વકતાઓએ ભારતીય સંસ્કૃતિ અને તેના જુદા જુદા પહેલ જેમ કે સાહિત્ય, કળા, દર્શન, શૌર્ય, સમન્વય, વિકાસ-વગેરે વિષય ઉપર વિસ્તૃત ભાષણો આપ્યાં હતાં. ભારતીય સંસ્કૃતિ સંમેલનના મંડપમાં સ્થપાયેલી આચાર્ય સ્વામી શ્રી પ્રણવાનંદજી મહારાજની મૂર્તિ : સ્વામી શ્રી અદ્વૈતાનંદજી કે જે મુખ્ય વકતા તરીકે હતા, તેમણે પોતાના પ્રવચન દરમ્યાન સ્વાગત સમિતિના સભ્યોએ તેમ જ સ્થાનિક જુદી જુદી સંસ્થાઓએ સંમેલનને સફળ બનાવવામાં જે મદદ આપી હતી તે બદલ સર્વેનો આભાર માન્યા હતા તેમ જ ભારતીય સંસ્કૃતિ ઉપર ખેલતાં કહ્યું હતું કે –“ પૂર્વ આફ્રિકામાં વસતા હિંદુઓમાં તેમની સર્વાગીન ઉન્નતિ તેમજ પ્રગતિ માટે કાર્ય કરી શકે એવા નિઃસ્વાર્થ સેવાભાવી કાર્યકર્તાઓને અભાવ હજુ સુધી થયો નથી.” વધુમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે “ સંસ્કૃતિ એ તે કોઈ પણ જાતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68