Book Title: Purv Africama Bharatiya Sanskritino Prachar
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 56
________________ ૫૩. એ, એમ. એલ. સી. બે દિવસના “સંસ્કૃતિ સંમેલનના પ્રમુખપદે હતા. શ્રીમતી સરસ્વતી શેઠીએ “મહિલા સંમેલનનું પ્રમુખપદ લીધું હતું. સંમેલનની વ્યવસ્થા માટે શ્રી મેઘજી કે. માલ ના પ્રમુખપદે તથા ડે. વી. વી. પટવર્ધનના મંત્રીત્વ હેઠળ એક સ્વાગત સમિતિની રચના થઈ હતી. કેનિયા, યુગાન્ડા, ટાંગાનિકા, ઝાંઝીબાર વગેરે પૂર્વ આફ્રિકાના બધા ઠેકાણેથી ઘણું પ્રવાસી ભારતવાસી સ્ત્રી પુરૂષોએ તેમ જ યુવાનેએ ઘણું ઉત્સાહથી આવીને આ સંમેલનમાં ભાગ લીધો હતો. ભારતીય સંસ્કૃતિ સંમેલનનું પહેલું અધિવેશન તા. ૧૨મીએ સાંજે વાગે માંગલિક સંગીત ગવાયા પછી જુદી જુદી સંસ્થાઓના યુવાનોએ તેમ જ સંધના બ્રહ્મચારીઓએ આકર્ષક વ્યાયામ પ્રયોગે તેમ જ સ્વરક્ષણને લગતા દાવપેચ વગેરેના પ્રયોગો બતાવ્યા. ૫ વાગે શ્રી મેઘજી માલદેએ ઉપસ્થિત નરનારીઓનું યોગ્ય સ્વાગત કર્યું હતું. ત્યારપછી ઈસ્ટ આફ્રિકન ઇન્ડિયન નેશનલ કેગ્રેસના માજી પ્રમુખ શ્રી એસ. જી. અમીને સમેલનનું ઉદ્ધાટન કરતાં કહ્યું હતું કે “ આ જાતનું અને આટલા વિશાળ કદનું ભારતીય સંસ્કૃતિ સંમેલન આ જમાનાના પૂર્વ આફ્રિકાના છાતહાસમાં તદ્દન નવું જ હશે. એ બધું જોઈને એમ લાગ્યા વિના રહે જ નહિં કે ભારતીય સંસ્કૃતિના દિગવિજયના ભૂતકાળના ઈતિહાસનું પુનરાવર્તન આ ભૂમિમાં ફરીથી થઈ રહ્યું છે. આ મહાન કાર્યની યેજના અને પરિપૂર્ણ સિદ્ધિને માટે ભારત સેવાશ્રમ સંઘની આ સંન્યાસી મંડળીને અને ખાસ કરીને તેના નેતા સ્વામી શ્રી અતાનંદજીને જેટલે આભાર માનીએ એટલે જ એ ગણાય. આફ્રિકા જેવા દૂર દેશમાં પણ આપણે જે આપણી પ્રતિષ્ઠાને જાળવી રાખીને જ વસવા માગીએ તે તે આપણને માટે આપણી ભારતીય સંસ્કૃતિની મજબુત ભૂમિકા ઉપર સંગઠિત થયા વગર બીજે માર્ગ જ નથી. આ જાતના સંગઠન સાધવા માટે આજે આપણને એક અમૂલ્ય તક મળી ગઈ છે અને આ તકને પૂરેપૂરો લાભ ઉઠાવવા માટે જે આપણે કટિબદ્ધ થઈએ તે જ આ પ્રયત્ન સફળ અને સાર્થક ગણાશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68