Book Title: Purv Africama Bharatiya Sanskritino Prachar
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 45
________________ શ્રીયુત પરમાત્માસિંહે લીધું હતું. રાષ્ટ્રીય ગીત ગવાયા બાદ પ્રમુખશ્રીએ સંસ્કૃતિ મિશનને પરિચય આપતાં કહ્યું હતું કે “સ્વતંત્ર ભારત તરફથી આપણા મહાન મહાન દેશનેતાઓના ભલામણુપત્ર આપી આ મિશનને પૂર્વ આફ્રિકામાં ઉદાર ભારતીય સંસ્કૃતિના આદર્શોને પ્રચાર કરવા માટે મોકલવામાં આવ્યું છે. અને તેથી અહીંના પ્રવાસી ભારતવાસીઓને ખરેખર ઘણો જ લાભ થ છે.” સભામાં આફ્રિકને પણ ઘણી જ સંખ્યામાં હાજર હતા. મિશનના નેતા સવામીશ્રી અદ્વૈતાનંદજી મહારાજે અહિં ચાર પ્રવચન આપ્યાં હતા. અને એક સાર્વજનિક વૈદિક શાંતિ–યજ્ઞ પણ કર્યો હતે. સ્વામીજીના પ્રચારના પ્રભાવે કમુલી શહેરમાં એક નવીન ભાવનાનું વાતાવરણ ફેલાયું. મિશનના પ્રચારથી સ્થાનિક હિંદુઓએ તેનું પરિપાલન કરવા માટે અહીં એક મંદિર બનાવવાનો સંકલ્પ ગ્રહણ કર્યો અને તેથી પૂજ્યપાદ સ્વામીજીએ એક હિંદુ મિલન મંદિરની પ્રતિષ્ઠા કરી. તેને અંગે જોઈતી આર્થિક મદદ અને બીજે બધે દ્રવ્યાદિને સંગ્રહ પણ જનસભામાં જ ઘણું જ ઉત્સાહથી કરવામાં આવ્યા હતા. આ પ્રદેશમાં એક મંદિરની પ્રતિષ્ઠા થવાથી નજીકમાં વસતા હિંદુઓને સ્વધર્મ રક્ષણની સહાયતા મળશે એવી આશા રાખવામાં આવે છે. મિશનના પ્રચારક સ્વામીશ્રી પરમાનંદજીએ પણ એ જ પ્રદેશના અંદરના ભાગમાં નાનાં ગામોમાં ફરી ઘણે ઠેકાણે પ્રચાર કર્યો છે. બાલેમાં પ્રચાર સંસ્કૃતિ મિશનના પ્રતિનિધિઓ ત્યારપછી તેમાં આવી પહોંચ્યા. મિશનના કાર્યક્રમમાં અહીંની સ્થાનિક હિંદી જનતાએ ઘણું જ ઉત્સાહથી ભાગ લીધો. ભારતીય સંસ્કૃતિના આદર્શો સંબંધે વિવિધ વિષયો પર વ્યાખ્યાનમાળા આપવા ઉપરાંત વીર નૃત્ય સાથેની આરતિ અને સમુહ પ્રાર્થનાથી લેકે સાકર્ષાઈ તેમાં ભાગ લેવા ઉમંગથી દોડી આવતા. તા. ૧૧ તથા ૧૨મી જાન્યુઆરીએ મિશનના નેતા સ્વામીશ્રી મહેતાનંદજી મહારાજે કૃષ્ણ સિનેમા હેલમાં બે સુંદર પ્રવચને કર્યા હતાં. તા ૧૩ મીએ સાર્વજનિક વૈદિક શાંતિ-યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં ખલેની તેમ જ પાસે આવેલાં ગામેની પણ હિંદુ જનતાએ સારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68