Book Title: Purv Africama Bharatiya Sanskritino Prachar
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 49
________________ - બ્રધરહુડ, ગાંધી ટગર લેકચરશીપ સોસાયટી, સોસિયલ સવિસ લીગ, શિખ યુનિયન વગેરે ધણુએ સંસ્થાઓના પ્રમુખ, મંત્રીઓ, અન્ય સભ્યો તેમ જ ઘણું પ્રતિષ્ઠિત સદ્ગુહસ્થો હાજર રહીને મિશનને ભવ્ય સ્વાગત સત્કાર કર્યો હતે. સ્વાગત સમિતિના આશ્રય નીચે મિશનના સકારાર્થે તા. ૨૪ મી જાન્યુઆરીએ પટેલ બ્રધરહુડના હાલમાં એક જાહેર સભા શ્રીયુત જે. એમ દેશાઈના પ્રમુખપણા હેઠળ મલી હતી. ઈસ્ટ આફ્રિકાના ઈન્ડિયન નેશનલ કેગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ શ્રીયુત એસ. જી, અમીને કહ્યું હતું કે–“ભારતીય સંસ્કૃતિ મિશનના પ્રતિનિધિઓને પૂર્વ આફ્રિકાના ભારતવાસીઓ તરફથી અમે હાર્દિક સત્કાર કરીએ છીએ. આપણે આપણું માતૃભૂમિ ભારતની ઉન્નતિ, આબાદીમાં તેની સેવાની તકથી વંચિત બની આફ્રિકા જેવા દૂર દેશમાં આવ્યાં. છતાં આપણે હજી આપણી સંસ્કૃતિને ભૂલી નથી. જ્યારે જ્યારે દેશને સેવાની જરૂર પડે ત્યારે તેને સહાય કરવા માટે અમે હરહંમેશ તૈયાર રહીએ છીએ અને . રહીશું. ભારતીય સંસ્કૃતિ કેવળ ભારતની ઉન્નતિ માટે જ નથી પણ તે તો જગતના કલ્યાણ માટે જ છે. સ્વાધીન ભારતના નાગરિકે. તરીકે આપણે દરેકે એ મહાન સંસ્કૃતિને પ્રચાર આફ્રિકા જેવા દૂર દેશમાં પણ કરવું જોઈએ.” હિંદુ યુનિયનના પ્રમુખ ડો. વી. વી. પટવર્ધને ભારત સેવાશ્રમ સંઘની વિધિવ પ્રવૃત્તિઓ સંબંધે વિસ્તાર પૂર્વક જણાવ્યું “આ સંધે સારા ભારત વર્ષમાં એવું સુંદર રચનાત્મક કાર્ય કર્યું છે કે જેથી દેશના સર્વશ્રેષ્ઠ નેતાએથી શરૂ કરીને સાધારણ જનતાએ પણ એને સમર્થન આપ્યું છે. અને આવા દૂર દેશમાં પણ આવીને ભારતવાસીઓ ઉપરાંત આફ્રિકાને, યુરોપિયન વગેરે પાસેથી પણ આ સંસ્થા આંતરિક સમર્થન મેળવી રહી છે. મિશનના નેતા સ્વામી શ્રી અદ્વૈતાનંદજીએ આ સત્કારને આભાર માનતાં કહ્યું કે આજે તમોએ અમારી પ્રત્યે જે લાગણી દર્શાવી છે તે જ દેખાડી આપે છે કે ભારતીય સંસ્કૃતિ પ્રત્યે તમારી અગાધ શ્રદ્ધા છે. એ સત્કારના ખરા અધિકારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ભારતીય કિલ્યાણ નિ પ્રથાર

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68