Book Title: Purv Africama Bharatiya Sanskritino Prachar
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 19
________________ ભારતીય મુસ્લીમ સંપ્રદાયના લેકમાં ખરું સ્વદેશપ્રેમ પ્રગટી ઉઠતાં તેઓ આ ભારતવિભાગની ભૂલ સમજી જશે અને ત્યારે વિભકત ભારત ફરીથી અખંડ બનશે.” ટાંગામાં ભારતીય સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મંડળી ત્યાંથી ટાંગા જઈ પહોંચતાં સ્થાનિક પ્રવાસી ભારતવાસીઓ તરફથી તેનું સ્વાગત થયું હતું. તા. ૧૫ મી ઓગસ્ટે ત્યાં ભારતીય સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ઘણું જ ધામધૂમથી થઈ હતી. સવારે રામ મંદિરમાં ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતા કાયમ રહે એ માટે સમૂહ પ્રાર્થના રાખવામાં આવી હતી. સાંસ્કૃતિક મિશનના નેતા સ્વામી શ્રી અદ્વૈતાનંદજીએ એ પ્રસંગે બેલતાં જણાવ્યું હતું કે – “રાષ્ટ્રની સાચી એકતા તે એવી જાતની સામુદાયિક પ્રાર્થનામાંથી જ ઉત્પન્ન થઈ શકે છે, તેથી જ મહાત્માજી સામુદાયિક પ્રાર્થના ઉપર ખૂબ ભાર મુકતા હતા.” ત્યાર પછી હિંદુ કલબના મેદાનમાં સ્વતંત્રતા ઉત્સવ કમીટી તરફથી બોલાવાયેલી એક વિરાટ સભામાં મજકુર કમીટીના પ્રમુખે રાષ્ટ્રધ્વજને વંદન કર્યા પછી સ્વામી શ્રી અદેતાનંદજીએ “સ્વતંત્રતાનું તાત્પર્ય ” વિષે બોલતાં જણાવ્યું હતું કે-“મહાત્મા ગાંધી લાલા લાજપતાય, સ્વ. ગોખલે, મહામાન્ય તિલક, પંડિત નહેરૂ, નેતાજી સુભાષચંદ્ર જેવા અનેક મહાન નેતાઓએ તેમ જ અન્ય અનેક મૂક નિસ્વાર્થ કાર્યકર્તાઓએ સ્વતંત્રતાને માટે જે ફાળો આપે છે અને જે દુઃખ કષ્ટ ભોગવ્યા છે તેમને ભારત કયારેક ભુલી શકે તેમ નથી. ભારતવાસીઓ દુનિયાના ગમે તે સ્થળમાં કેમ ન રહેતા હોય, પણ ત્યાં તે તેમણે સ્વતંત્ર ભારત રાષ્ટ્ર પ્રત્યે વફાદારીના સોગંદ લઈ એજ્યની ભાવનાને જાળવી રાખવાની પ્રતિજ્ઞા લેવી પડશે. એને માટે જરૂર જણાતા આત્મબલિદાન આપવાની પણ તત્પરતા દાખવવી પડશે” ત્યારપછી “વંદે માતરમ ”, “જય હિંદ”, “સ્વતંત્ર ભારતકી જય” વગેરે વિનિઓ સાથે સ્વામીજીને તથા સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળીના બીજા સભ્યને શિખ ગુરદ્વાર તથા આર્ય સમાજ મંદિરમાં લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં પણ સ્વતંત્રતા દિવસની ઉજવણુને અંગે સ્વામીશ્રીના વ્યાખ્યાન તેમ જ અન્ય અનુષ્ઠાને રાખવામાં આવ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68