Book Title: Purv Africama Bharatiya Sanskritino Prachar
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 40
________________ ૩૭ તા. ૭મી ડિસેમ્બરે સ્વામીજીએ “બુદ્દોનીયન કલબ” માં આફ્રિકન જનતાની સમક્ષ “આંતજારતીય મૈત્રી” વિષે એક મનનીય પ્રવચન કર્યું હતું. તા. ૧૧ મી ડિસેમ્બરે કંપાલા સનાતન ધર્મ મંડળના ચેગાનનો સાંસ્કૃતિક મિશનને ભાભીનું વિદાયમાન આપવામાં આવ્યું હતું. સ્વાગત સમિતિ તરફથી શ્રી ઓધવજી માધવજી તથા શ્રી સી. કે. જોશી, ભારતીય મહિલા મંડળ તરફથી શ્રી વીરમતીબેન તથા તિસંઘ તરફથી શ્રી પદ્મા બુચ વગેરેએ સાંસ્કૃતિક મિશનના નેતા સ્વામી શ્રી અદ્વેતાનંદજીને અને તેમના સાથીઓને વિદાય આપતાં ટુંકા પ્રાસંગિક વ્યાખ્યાનો કર્યા હતાં અને સ્વામી શ્રી અદ્વૈતાનંદજીએ એના જવાબમાં મિશનના કાર્યમાં મદદ કરવા બદલ સર્વને આભાર માન્યો અને તેમને ભાશીર્વાદ આપ્યો હતો. ઈજામાં પ્રચાર સંસ્કૃતિ મિશન કંપાલા શહેર છોડીને અંજામાં તા. ૧૨મી ડિસેમ્બરે આવી પહોંચ્યું હતું. શહેરમાં પ્રવેશ કરતાં જ આફ્રિકાના ધારાસભાના હાભાસદ શ્રીયુત સી. કે. પટેલ, ઈન્ડિયન એસોસીએશના પ્રમુખ મિ. ઈન્દ્રસિંહ ગાલ, સેક્રેટરી મિ. આર. જી. વેદ, શ્રીયુત ઈશ્વરભાઈ પટેલ, મિ.એ.જી. મહેતા, યુવક સંઘના પ્રમુખ મિ.સૂચક વગેરે સ્થાનિક આગેવાન નેતાઓએ મિશનનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. સાંજે પાંચ વાગે સ્થાનિક પ્રવાસી ભારતવાસીઓની સભા-નાનજી કાળીદાસની પબ્લીક લાયબ્રેરીના ચોગાનમાં રાખવામાં આવી હતી. જેનું પ્રમુખપદ શ્રીયુત સી. કે. પટેલે લીધું હતું, પ્રવચન દરમ્યાન સંસ્કૃતિ મિશનના નેતા સ્વામી શ્રી અદ્વૈતાનંદજી મહારાજે કહ્યું હતું કે – મનુષ્ય આજે મનુષ્યત્વ તરફ દ્રષ્ટિ ન રાખી કેવળ ચાલાકી, ચાતુરી દ્વારા જ પોતાને સ્વાર્થ સિદ્ધ કરવા ઇચ્છે છે. અને તેથી જ સમગ્ર વિશ્વમાં આટલી બધી અશાંતિ અને કપટતા પ્રવર્તી રહી છે. વિજ્ઞાનની અજબ શોધોને કારણે આજે આખી દુનિયા એક નાના સરખા બોલ જેવી બની ગઈ છે, બાહ્ય દ્રષ્ટિએ દુનિયાના વિવિધ દેશો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68