________________
૨૨
હતું ત્યારે જે થયું તે થયું પરંતુ હવે સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે પિતાને પરિચય આપવાની યોગ્યતા બધાએ પ્રાપ્ત કરવાની આવશ્યક્તા ઉભી થઈ છે. તેમણે યાદ રાખવું જોઈએ કે તેમની કોઈ પણ વર્તણુંકથી સ્વતંત્ર ભારતની પ્રતિષ્ઠાને જે કંઈ પણ આંચકે લાગે તે તેને માટે તેઓ જ જવાબદાર ગણાશે.” અંતમાં સ્વામીજીએ ત્યાંના હિંદીઓને પિતાના હિતોનું રક્ષણ કરવા માટે સંગઠિત થઈ જવાની વિનંતિ કરી હતી અને તેની સાથે સાથે ત્યાંના નેટીવના હિતોને પણ ધ્યાનમાં રાખીને કાર્ય કરવાની આવશક્તા છે તે પર પણ ભાર મુકયો હતો.
ટોરામાં પ્રચાર ૧૧-૯-૪૮ તારીખે મંડળી ટબેરા પહોંચતાં સ્ટેશન ઉપર અહીંના હિંદુમંડળ, હિદી નવજવાન સંઘ તથા અન્ય સંસ્થાઓ તરફથી એને ભાવભીને સત્કાર થયો હતે.
સ્થાનિક હિંદુ મંડળ તરફથી લેહાણું મહાજનની વાડીમાં પ્રચારકાર્યની વ્યવસ્થા કરવામાં અાવી હતી. દરરોજ ત્રણ વખતે ભજનકીર્તન, આરતિ અને સાંજે ૫ થી ૬ સુધી બહેનોને માટે પ્રવચન તેમ જ રાત્રે ૮ થી ૧૦મા સુધી જાહેર પ્રવચન વગેરેના ભરચક કાર્યક્રમ રાખવામાં આવ્યા. સ્વામીજીએ અહીં “ભારતીય સંસ્કૃતિને આદર્શ”, “યુગધર્મ” હિંદુ સંગઠન”, “હિંદુ ધર્મની ખૂબીઓ”, “ગીતા રહસ્ય” વગેરે વિષયો ઉપર પ્રવચન કર્યા હતાં.
તા. ૧૮-૯-૪૮ ને દિવસે અહીંના અંગ્રેજે, ગ્રીકે, સ્વાહીલીઓ, આરબો, મુસ્લીમ અને હિંદુઓની એક સામાન્ય સભામાં સ્વામીજીએ અંગ્રેજીમાં એક જુસ્સાદાર પ્રવચન કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે-“ આજે દુનિયામાં બે પ્રકારના લેકે નજરે પડે છેઃ એક તે આસુરી માનો અને બીજા આધ્યાત્મિક માન. આજે દુનિયામાં આસુરી માનની બોલબાલા ચાલી રહી છે. ઐહિક સ્વાર્થને ખાતર આધુનિક વૈજ્ઞાનિક શક્તિને તેઓ દુરૂપયોગ કરી રહ્યા છે અને તથી દુનિયામાં અશાંતિની જવાલા વ્યાપી રહી છે. ન્યાય, નીતિ અને ધાને આ લોકોએ વ્યકિતગત, સામાજિક તેમ જ રાષ્ટ્રીય જીવનમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com