________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
પ્રીત કિયે દુઃખ હોય જોડકું પ્રગટ થાઓ!” અને સરોવરમાંથી હરણ અને હરણીનું નયનરમ્ય જોડકું બહાર આવ્યું! સુરસુંદરીએ જોડબંને પોતાના ખોળામાં લઈ લીધું! યક્ષ હસી પડ્યો..
બેટી, હમણાં એને છોડી દે... પછી તારી ઇચ્છા થાય ત્યારે અહીં આવજે. ને રમજે! હવે તને ચોથું ઉપવન બતાવી દઉં.”
બંને ચોથા ઉપવનમાં આવ્યાં. અહીં રંગબેરંગી લતામંડપો હતા. સુગંધી પુષ્પોની અપાર લતાઓ પડેલી હતી. યક્ષે કહ્યું:
‘સુંદરી, અહીં તારે જે ઋતુનાં પુષ્પો જોઈએ તે તને મળી જશે. તારે ઋતુનું આહ્વાન કરવાનું.'
સુરસુંદરીએ તરત જ વસંત ઋતુનું આહ્વાન કર્યું અને વસંત ઋતુનાં પુષ્પથી ઉપવન મહેકી ઊડ્યું!
આ મારાં ચાર ઉપવન છે. અત્યાર સુધી આ ઉપવનોમાં મારા સિવાય કોઈ જ પ્રવેશી નહોતું શકતું. હવે તારા માટે આ ઉપવનો ખુલ્લાં છે. તારી ઇચ્છા મુજબ પરિભ્રમણ કરજે. તારો સમય આનંદથી વ્યતીત થશે. હું રોજ સવારે અને સંધ્યા સમયે તારી પાસે આવીશ.” યક્ષ અવકાશમાં ઓગળી ગયો. સુરસુંદરી સ્તબ્ધ બનીને ઊભી રહી ગઈ.....
આ પ્રભાવ શ્રી નવકાર મંત્રનો છે... વનમાં ઉપવન મળી ગયું... યક્ષ પ્રેમાળ પિતા બની ગયા... સ્મશાનભૂમિ સ્વર્ગ બની ગઈ. અહી, મહામંત્રનો મહિમા અપાર છે.. ગુરુમાતાએ મારા પર અનંત ઉપકાર કર્યો છે.'
0
0
0
For Private And Personal Use Only