________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૨૭૦ મન પર સુરસુંદરીની વાતો સચોટ અસર કરી રહી હતી. ચારિત્રધર્મ. સંયમધર્મની ઊંડી ઊંડી ચાહ પ્રગટી રહી હતી. સુરસુંદરીએ કહ્યું:
“નાથ, સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થાય... અને સંયમધર્મ સ્વીકારવાની ઇચ્છા તીવ્ર થઈ જાય... તો શું આપ મને અનુમતિ આપશો?' ખૂબ મૃદુ... કોમળ. અને પ્રેમપૂર્ણ શબ્દોમાં સુરસુંદરીએ પૂછ્યું.
એટલે શું તું એકલી ચારિત્રમાર્ગે જઈશ?' “આપને તો રાજ્યની જવાબદારી વહન કરવાની રહેશે ને?'
ના, તું જો સંસારનો ત્યાગ કરી જાય તો હું સંસારમાં રહી જ ન શકે. તારા વિનાનો આ સંસાર મારા માટે શૂન્ય છે.” ‘ગુણમંજરી એ હું જ છું નાથ...” ના, ગુણમંજરી એ ગુણમંજરી છે, તું એ તું છે...'
ગુણમંજરીનો આપના પ્રત્યે અગાધ પ્રેમ છે.. આપના ચરણે એ સંપૂર્ણ સમર્પિત મહાસતી છે...”
સત્ય છે તારી વાત, પરંતુ મારા હૃદયની સ્થિતિ જુદી છે... હું એના વિના જીવી શકું, એમ મને લાગે છે; તારા વિના ન જીવી શકું-એમ મને લાગે છે. એટલે, ચારિત્રધર્મને જો અંગીકાર કરવો હશે તો આપણે બંને સાથે જ અંગીકાર કરીશું.'
મારા-આપના વિના ગુણમંજરીનું શું થાય? એનો વિચાર આપણે કરવો જોઈએ ને?'
“એવો અવસર આવશે ત્યારે વિચાર કરવાનો છે ને!'
“આપની વાત યથાર્થ છે, પરંતુ એવો અવસર નિકટના ભવિષ્યમાં જ આવી શકે, એમ મારું હૃદય બોલે છે...'
તો ગુણમંજરીને બોલાવી લઈશું... એને વાત કરીશું. પરંતુ હમણાં તું માતા-પિતાને આવી કોઈ વાત ન કરીશ.'
આપની આજ્ઞા શિરોધાર્ય છે!” સુરસુંદરીએ મસ્તકે અંજલિ જોડી, મસ્તક નમાવીને અમરકુમારની વાતનો સ્વીકાર કર્યો.
રાત્રિનો પ્રથમ પ્રહર પૂર્ણ થયો હતો. અમરકુમાર શ્રેષ્ઠી ધનાવહને મળવા એમના ખંડમાં ગયો. સુરસુંદરીની સ્મૃતિમાં રત્નજી અને એની ચાર પત્નીઓ
For Private And Personal Use Only