Book Title: Prit Kiye Dukh Hoy
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 295
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રીત કિયે દુઃખ હોય ‘શું પુત્રની જવાબદારી માતાજી ન લઈ શકે?' ગુણમંજરીએ પૂછ્યું. ‘હજુ મેં માતાને વાત કરી નથી... એમની અનુમતિ માંગી નથી... છતાં જો માતા જવાબદારી લેતાં હોય તો તું અમારી સાથે સંયમ સ્વીકારી શકે!' ત્યાં જ ધનવતીએ ખંડમાં પ્રવેશ કર્યો. ત્રણેય જણ ઊભાં થઈ ગયાં. ધનવતી બંને પુત્રવધૂઓના હાથ પકડીને બેસી ગઈ. ‘ક્ષમા કરજો તમે, મેં તમારો વાર્તાલાપ દ્વાર પાછળ ઊભી રહીને સાંભળ્યો છે. પૌત્રને પારણામાં સુવાડીને હું તમારી પાસે જ આવતી હતી, પરંતુ તમારો વાર્તાલાપ મુક્ત મનથી થઈ શકે એટલે અંદર ના આવી...' ૨૮૫ ‘તો મા, અમને તું અનુમતિ આપ... આશીર્વાદ આપ... અમે સંયમ સ્વીકારી કર્મનાં બંધન તોડીએ... અમરકુમારે પોતાનું મસ્તક ધનવતીના ખોળામાં મૂકી દીધું. ધનવતીની આંખો ભીની થઈ. તેણે અમ૨કુમારના માથે પોતાના બંને હાથ મૂકીને કહ્યું: ‘બેટા, ચારિત્ર વિના મુક્તિ નથી, આ વાત હું માનું છું. ત્યાગનો જ માર્ગ સાચા સુખનો માર્ગ છે. ભલે, તારા પ્રત્યેના રાગથી પ્રેરાઈને હું ના પાડું... પણ વિઘ્નભૂત તો નહીં જ બનું...' ‘તો માતાજી, અમને બંનેને પણ અનુમતિ આપો. બંને પુત્રવધૂઓ એકસાથે બોલી ઊઠી. ગુણમંજરીનો હાથ પકડીને ધનવતી બોલી: ‘બેટી, તારાથી અત્યારે ચારિત્ર ન લેવાય. પુત્રને તારું જ દૂધ જોઈએ. તારો જ પ્રેમ જોઈએ... અને એક મારા મનની વાત કહું?’ For Private And Personal Use Only ‘કહે મા!' અમરકુમાર ગદ્ગદ્ થઈ ગયો. ‘હું અને ગુણમંજરી બંને સાથે ચારિત્ર અંગીકાર કરીશું!' ‘ઓ મા...' ક૨તી ગુણમંજરી ધનવતીને વળગી પડી. ‘બેટી, આપણી સાથે અમરના પિતાજી પણ ચારિત્ર લેશે! મારે ગઈ રાતે જ એમની સાથે બધી વાત થઈ ગઈ છે... એમણે તો મને કહ્યું કે અમર અને સુંદરી જો ચારિત્ર લે તો આપણાથી સંસારમાં ૨હેવાય જ કેમ?' પણ મેં કહ્યું કે ‘આપણે ગુણમંજરી માટે અને પૌત્ર માટે સંસારમાં રહેવું પડશે... પૌત્ર યોગ્ય ઉંમરનો થશે એટલે આપણે ચારિત્ર લઈશું.’ તેમને મારી વાત જચી ગઈ. અમરકુમાર, સુરસુંદરી અને ગુણમંજરી-ત્રણેયનાં હૈયાં ધનવતી પર ઓવારી ગયાં.

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307