Book Title: Prit Kiye Dukh Hoy
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 296
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૬ પ્રીત કિયે દુઃખ હોય મા, અનંત પુણ્યનો ઉદય હોય તો જ તારા જેવી મા મળે...' અમરકુમાર ગદ્ગદ્ સ્વરે બોલી ઊઠ્યો. “બેટા, અનંત પુણ્યનો ઉદય હોય તે માતાને આવાં ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ થાય... મને તો પુત્ર કરતાંય સવાઈ પુત્રવધૂઓ પ્રાપ્ત થઈ છે. મારા પુણ્યની કોઈ અવધિ નથી.” મા, આજે જ ગુરુદેવે કહ્યું હતું કે તમને માતાપિતાની અનુમતિ મળી જશે!” એ તો અંતર્યામી પરમજ્ઞાની ગુરુદેવ છે બેટા! આવા સદ્ગુરુ અનંત પુણ્યના ઉદયથી જ મળે... અને બેટી સુંદરી, તને એક શુભ સમાચાર આપું?” આપો મા...' સાધ્વીજી સુવ્રતા ગઈ કાલે જ ચંપામાં પધાર્યા છે!” હું? સુવ્રતા સાધ્વી? મારા પરમ હિતકારી પરમ ઉપકારી... મને નવકારમંત્ર આપનારા... મને જ્ઞાનનો પ્રકાશ આપનારાં... એ ગુરુણીનાં હું હમણાં જ દર્શન કરવા જઈશ મા...” હા બેટી, આપણે સહુ સાથે જ જઈશું. તેઓ તને યાદ પણ કરતાં હતાં.' મારા પુણ્યની કોઈ અવધિ નથી રહી મા...” સુરસુંદરીની આંખોમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં. “મા, હું તને એક શુભ સમાચાર આપું?” બોલ બેટા!' વિદ્યાધર રાજા રત્નજી, તારી પુત્રવધૂના ધર્મબંધુ અને રક્ષક-તેમને દીક્ષામહોત્સવમાં પધારવાનું આમંત્રણ અપાઈ ગયું આજે! તેઓ જરૂર આવશે દિક્ષા મહોત્સવમાં.” બેનાતટનગરે મારાં માતા-પિતાને સમાચાર...?' મંજરી બોલી. “આજે જ... અત્યારે જ દૂતને રવાના કરું છું!” - 0 0 0 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307