Book Title: Prit Kiye Dukh Hoy
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 306
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૬ પ્રીત કિયે દુઃખ હોય ગુણમંજરી ચારિત્ર અંગીકાર કરશે...' નગરમાં મહોત્સવ મંડાયા. ગરીબોને દાન દેવાવા લાગ્યાં... રાજા અક્ષયકુમાર માતા ગુણમંજરીના ખોળામાં મસ્તક નાંખી હિબકી હિબકીને રોવા લાગ્યો.... ગુણમંજરીએ તેને વાત્સલ્યભાવે ખૂબ આશ્વાસન આપ્યું... અને કહ્યું: “વત્સ, એક દિવસ તારે પણ આ જ ત્યાગનો માર્ગ લેવાનો છે. પ્રજાનું નીતિપૂર્વક પાલન કરજે... પરમાત્માના શરણે રહેજે...” દીક્ષાનો દિવસ આવી લાગ્યો. ભવ્ય વરઘોડો નીકળ્યો. કેવળજ્ઞાની મહામુનિના હાથે રાજા-રાણી, શેઠ-શેઠાણી અને ગુણમંજરીની દીક્ષા થઈ. રતિસુંદરી, ધનવતી અને ગુણમંજરીએ કેવળજ્ઞાની સુરસુંદરી સાધ્વીનું શરણ અંગીકાર કર્યું. રાજા રિપુમદન અને શેઠ ધનાવહે કેવળજ્ઞાની અમરમુનિનાં ચરણે જીવન સમર્પિત કર્યું. રાજા અક્ષયકુમારે રાજપરિવાર સહિત સહુને વંદના કરી.. અને આંસુ નીતરતી આંખે તે નગરમાં પાછો ફર્યો. ૦ ૦ ૦ કાળક્રમે.... અમરમુનિએ અઘાતી કર્મોનો નાશ કર્યો. તેમનો આત્મા સિદ્ધમુક્ત બની ગયો. સદેહ આત્મા વિદેહ બની ગયો. પરમ સુખ અને પરમાનંદનો ભોક્તા બની ગયો. કાળક્રમે સાધ્વી સુરસુંદરીનાં પણ શેષ કર્મો નાશ પામ્યાં. તેઓએ પણ મોક્ષદશા પ્રાપ્ત કરી. અક્ષય સુખ અને આનંદનાં ભોક્તા બની ગયાં. શ્રી નમસ્કાર મહામંત્રના અચિજ્ય પ્રભાવને કહેતી આ મહાકથા સહુ માનવોનાં દુરિતનો નાશ કરો! સહુ માનવોનાં ક્લેશ-સંતાપ દૂર કરો! સહુ આત્માઓને પરમાનંદ પ્રદાન કરો! 1. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 304 305 306 307