Book Title: Prit Kiye Dukh Hoy
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 305
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રીત કિયે દુઃખ હોય મહારાજા રિપુમર્દનને સમાચાર મળ્યા : અમરમુનિને તથા સાધ્વી સુરસુંદરીને કેવળજ્ઞાન પ્રગટ્યું છે.' રિપમદને તુરત જ ધનાવહ શ્રેષ્ઠીને સમાચાર આપ્યા. રથ જોડાયા. રાજારાણી, શેઠ-શેઠાણી અને ગુણમંજરી, અક્ષયકુમાર, કેવળજ્ઞાનીના દર્શન કરવા અને કેવળજ્ઞાનનો મહોત્સવ કરવા કાકંદી નગરીએ ઊપડ્યા. કાકંદી નગરીના ઉદ્યાનમાં દેવોએ કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો હતો. હજારો દેવ-દેવીઓ અને હજારો સ્ત્રીપુરુષો કેવળજ્ઞાની અમર મુનિરાજની દેશના સાંભળી રહ્યા હતા. રાજા રિપુમર્દન વગેરેએ મહામુનિને વંદના કરી અને ઉપદેશ સાંભળવા બેસી ગયાં. કેવળજ્ઞાની મુનિરાજે સંસારના યથાર્થ સ્વરૂપને સમજાવ્યું. આત્માની સ્વભાવદશા બતાવી અને મોક્ષમાર્ગનું જ્ઞાન આપ્યું. અક્ષયકુમારે પોતાના પિતા મુનિરાજને સુવર્ણકમળ પર આરૂઢ થયેલા જોયા, એમની અમૃતવાણી સાંભળી... તેને પરમ આસ્લાદ થયો. ગુણમંજરીએ દેશના પૂર્ણ થયા પછી ઊભા થઈને વિનંતી કરી: “ગુરુદેવ, ચંપાનગરીને પાવન કરો. અને આ ભવસાગરથી મારો ઉદ્ધાર કરો.. હે કૃપાવંત, આ સંસાર પ્રત્યેનું બાકી રહેતું એક કર્તવ્ય પૂર્ણ થયું છે...' હવે તારો સમય પરિપક્વ થયો છે. તારાં ઘણાં કર્મો નાશ પામ્યાં છે, તને શીઘ્ર ચારિત્રધર્મની પ્રાપ્તિ થશે...” સહુનાં મન પ્રફુલ્લિત થયાં. સહુ ચંપાનગરીમાં આવ્યાં. મહારાજા રિપુમર્દને કાકંદી નરેશની રાજકુમારી સાથે અક્ષયકુમારનાં લગ્ન કરી દીધાં. અને શુભ મુહૂર્તે રાજસિંહાસન પર તેનો રાજ્યાભિષેક કરી દીધો. કેવળજ્ઞાની અમર મુનિરાજ તથા કેવળજ્ઞાની સાધ્વીજી સુરસુંદરી ચંપાનગરીના બાહ્ય ઉદ્યાનમાં પધાર્યા. હજારો શ્રમણ અને શ્રમણીઓથી ઉદ્યાન ભરાઈ ગયું. ચંપાનગરીમાં હર્ષ હિલોળે ચઢ્યો. હજારો પ્રજાજનો કેવળજ્ઞાનીનાં દર્શનવિંદન કરવા માટે અને ઉપદેશ-શ્રવણ કરવા માટે દોડ્યાં. ૦ ૦ ચંપાનગરીમાં ઢંઢેરો પિટાવા લાગ્યો: મહારાજા અને મહારાણી ચારિત્ર ગ્રહણ કરશે.” “ધનાવહ શેઠ અને ધનવતી શેઠાણી ચારિત્ર ગ્રહણ કરશે...' For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307