Book Title: Prit Kiye Dukh Hoy
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 304
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૪ પ્રીત કિયે દુઃખ હોય અમર મુનીન્દ્ર અને સાધ્વી સુરસુંદરી શુદ્ધચિત્તે સંયમનું પાલન કરે છે. જિનાજ્ઞાનું પાલન કરે છે. ગુરુદેવનો વિનય કરે છે. જ્ઞાનધ્યાનમાં રમતાં રહે છે. સંયમયોગોની આરાધનામાં અપ્રમત્ત રહે છે. સમતાની સરિતામાં નિરંતર સ્નાન કરે છે. ધૈર્યરૂપી પિતા અને ક્ષમારૂપી માતાની છત્રછાયામાં રહે છે. વિરતિરૂપી પત્નીના સંગે પરમ સુખને પામે છે. આત્મસ્વભાવના રાજમહેલમાં રહેતા એ મહામુનિને.... અને એ સાધ્વીને કમી શાની હોય? સંતોષના સિંહાસન પર તેઓ બેસે છે! ધર્મધ્યાન અને શુક્લધ્યાનના ચામર વીંઝાય છે! જિનાજ્ઞાનું છત્ર એમના મસ્તક પર શોભે છે! કાંસાના પાત્ર જેવાં તેઓ નિઃસ્નેહ બન્યાં છે! ગગનના જેવાં તેઓ નિરાલંબન થયાં છે! વાયુની જેમ તેઓ અપ્રતિબદ્ધ બન્યાં છે! - શારદ જલ જેવું તેમનું હૃદય શુદ્ધ થયું છે! * કમળ જેવાં નિર્લેપ અને કોમળ બન્યાં છે! કાચબા જેવાં તેઓ ગુપ્તેન્દ્રિય થયાં છે! ભારંડપક્ષી જેવાં તેઓ અપ્રમત્ત બન્યાં છે! * કેસરી સિંહની જેમ તેઓ દુર્ઘર્ષ બન્યાં છે! - સાગર જેવા ગંભીર અને સૂર્ય જેવાં તેજસ્વી થયાં છે! * ચંદ્ર જેવાં શીતળ અને ગંગા જેવાં પવિત્ર થયાં છે! નથી એમને કોઈ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો પ્રતિબંધ! નથી એમને કોઈ ભયહાસ્ય, રતિ કે અરતિ! એમને ગામ અને વન સમાન લાગે છે. સુવર્ણ અને માટી સમાન લાગે છે... ચંદન અને આગ સરખાં લાગે છે... મણિ અને તૃણ સરખાં ભાસે છે! જીવન અને મરણ... સંસાર અને મોક્ષ... તેમને કોઈ ભેદ નથી લાગતો. તેઓ ક્રોધવિજેતા બન્યાં; માનવિજેતા બન્યાં અને લોભવિજેતા બન્યાં. એક ધન્ય દિવસે રાગ-દ્વેષનાં બંધનો તોડ્યાં... ક્ષપકશ્રેણિ માંડી... આત્મભાવ વિશુદ્ધ થયો. ઘાતકર્મો નાશ પામ્યાં. બંનેને કેવળજ્ઞાન પ્રગટ થયું. અનંતજ્ઞાન, અનંતદર્શન, વીતરાગતા અને અનંતવીર્ય પ્રગટ થઈ ગયું... 0 0 0 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307