Book Title: Prit Kiye Dukh Hoy
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 302
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૨ પ્રીત કિયે દુઃખ હોય તમારા મન-વચન-કાયાને શુભ રાખવાનાં છે. તે માટે પાંચેય ઇન્દ્રિયોને વશ રાખવાની છે. કેશના લંચન સાથે વિષય-કષાયનું લંચન કરવાનું છે! હે ભાગ્યશાળી, ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમત્તનિક્ષેપણ સમિતિ અને પારિષ્ઠાપનિકાસમિતિનું પાલન કરજો. મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિનું પાલન કરજો. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને ત્રસ કાયના જીવોની રક્ષા કરજો. દિવસ ને રાતના પાંચ પ્રહર શ્રુતજ્ઞાનની આરાધના કરવાની છે. ૪૨ દોષ તજીને ભિક્ષા લાવવાની અને પાંચ દોષ પરિહરીને આહાર કરવાનો છે. અસત્ય બોલાઈ ન જાય તેની કાળજી રાખવાની છે. તમારી વાણી મધુર, હિતકારી અને પરિમિત હોવી જોઈએ. કોઈપણ વસ્તુ એના માલિકને પૂછ્યા વિના લેવાય નહીં. મન-વચન અને કાયાથી બ્રહ્મચર્યનું નિર્મળ પાલન કરવાનું છે. નવ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરવાનો છે. સંયમરૂપી રથનાં બે ચક્ર છેઃ જ્ઞાન અને ક્રિયા. એ રથમાં તમે આરૂઢ થયાં છો. જોજો, રસ-ઋદ્ધિ-શાતાની લોલુપતા સતાવી ન જાય. દેશકથા, રાજ કથા, ભોજનકથા અને સ્ત્રીકથાનો ત્યાગ કરજો. એવી આત્મસ્થિતિ પ્રાપ્ત કરજો કે શત્રુ-મિત્રસમવૃત્તિ આવી જાય. તે માટે ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતા વગેરે દશ પ્રકારના યતિધર્મનું પાલન કરજો. દશ પ્રકારની સામાચારીનું જતન કરજો રોજ અનિત્યાદિ બાર ભાવનાઓ ભાવજો. ગુરુનો વિનય કરજો. બાહ્યઅભ્યતર બાર પ્રકારની તપશ્ચર્યા કરજો. જ્ઞાનધ્યાનમાં લીન બનીને કર્મશત્રુને હણજો..” દેશના પૂર્ણ થઈ. પૂજ્ય ગુરુદેવે સુરસુંદરીને સાધ્વી સુવ્રતાને સોંપી, શ્રમણી વૃંદમાં ભેળવી દીધી. અમરકુમારને સાથે લઈ તેઓએ ચંપાનગરીથી વિહાર કર્યો. રત્નજીટીએ, રાજા ગુણપાલે, રાજા રિપુમર્દને અને સમગ્ર રાજપરિવારે અમરમુનિરાજને ભાવપૂર્વક વંદના કરી અને નગરમાં પાછા ફર્યા. 0 0 0 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307