Book Title: Prit Kiye Dukh Hoy
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 273
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રીત કિયે દુઃખ હોય ૨૬૩ મહારાજા રિપુમર્દન મહેલનાં પગથિયાં ઊતરીને નીચે આવ્યા. અમરકુમારનું સ્વાગત કર્યું. સુરસુંદરી અને ગુણમંજરીએ રથમાંથી ઊતરીને મહારાજાનાં ચરણે પ્રણામ કર્યા. રિપુમર્દને બંનેના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. રાજાની આંખો હર્ષનાં આંસુથી ભીંજાઈ ગઈ. ત્રણેય મહેલમાં ગયાં. મહારાણી રતિસુંદરી પોતાની પુત્રી અને જમાઈને જોઈ આનંદિત થઈ ગઈ. સુરસુંદરીએ ગુણમંજરીનો સંક્ષેપમાં પરિચય આપ્યો. રતિસુંદરીએ ગુણમંજરીને પોતાના ઉત્સંગમાં લઈ પ્રેમથી નવરાવી નાંખી. રાજા-રાણીને મળીને ત્રણેય ધનાવહ શ્રેષ્ઠીની હવેલીએ જવા રથમાં ગોઠવાયાં. હવેલીના દ્વારે જ ધનાવહ શ્રેષ્ઠી ઊભા હતા. રથ જ્યાં હવેલીના દ્વારે જઈને ઊભો, અમરકુમારે રથમાંથી ઊતરીને પિતાનાં ચરણોમાં પ્રણામ કર્યા. શેઠ પુત્રને હર્ષથી ભેટી પડ્યા. સુરસુંદરી અને ગુણમંજરીએ પણ શેઠને પ્રણામ કર્યા. શેઠાણી ધનવતી દોડતાં સામે આવ્યા. અમરકુમાર માતાનાં ચરણોમાં ઢળી પડ્યો. સુરસુંદરી અને ગુણમંજરીએ પણ ધનવતીનાં ચરણે પ્રણામ કર્યા. ધનવતીએ ખૂબ હેત વરસાવ્યા... ગુણમંજરીને જોઈને સૂચક દૃષ્ટિએ સુરસુંદરી સામે જોયું. “માતાજી, આ આપની બીજી પુત્રવધૂ છે! બેનાતટના મહારાજા ગુણપાલની લાડકવાયી પુત્રી ગુણમંજરી છે!' ધનવતીની આંખો હર્ષના આંસુથી ઊભરાઈ. તેણે ગુણમંજરીને પોતાના ખોળામાં લઈ, પ્રેમવારિથી નવડાવી દીધી. ગુણમંજરીને ધનવતીમાં પ્રેમાળ માતાનાં દર્શન થયાં. તે હર્ષથી ગદ્ગદ્ થઈ ગઈ. અમરકુમારે ધનાવહ શ્રેષ્ઠીને કહીને યાચકોને છૂટે હાથે દાન દેવરાવ્યું. નગરનાં બધાં જ દેવમંદિરોમાં મહોત્સવ મંડાવ્યા. આઠ દિવસ સુધી નગરના તમામ પ્રજાજનોનો ભોજન-સમારંભ ઘોષિત કરાવ્યો. આજે સપરિવાર ધનાવહ શ્રેષ્ઠીને મહારાજાનું ભોજનનિમંત્રણ હતું, એટલે નિત્યકર્મથી પરવારીને મધ્યાહ્ન સમયે સહુ રાજમહેલે પહોંચ્યાં. અદ્ભુત સ્વજન-મિલન થયું. અમરકુમારે મૃત્યુંજયને પોતાની સાથે જ રાખ્યો હતો. માલતી સુરસુંદરી-ગુણમંજરીની છાયા બનીને ચાલતી હતી. માલતીના પતિને સુરસુંદરીએ રાજમહેલમાં જ એક અલગ ખંડ આપી દીધો. ભોજનથી નિવૃત્ત થઈને અમરકુમાર મહારાજા રિપુમર્દન અને ધનાવહ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307