________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૨૭૫
પ્રેરાઈને એ અમારી સાથે આવ્યો છે. એનું પરાક્રમ અદ્વિતીય છે... અને બુદ્ધિ બૃહસ્પતિને પરાજિત કરે તેવી છે... એને જો મંત્રીપદ આપવામાં આવે તો ખૂબ ઉપયોગી સિદ્ધ થશે. જો કે મૃત્યુંજયના વિષયમાં મારા કરતાંય વિશેષ જાણકારી તો આપની પુત્રી જ આપશે...'
‘તમે કહો છો તે યોગ્ય છે. મૃત્યુંજયને આપણે સેનાપતિપદ અને મંત્રીપદ બે પદ આપીએ...’
‘તો એની સાચી કદર થઈ ગણાશે....
‘અને આપણને એક પરાક્રમી અને બુદ્ધિમાન રાજપુરુષ મળશે!'
મહારાજાએ સુરસુંદરી સાથે પરામર્શ કરી મૃત્યુંજયને બે પદ પ્રદાન કર્યાં. સુરસુંદરી સાથે મંત્રણા કરીને મૃત્યુંજયે સર્વ પ્રથમ ગરીબોને દાન દેવા માંડ્યું. રાજ્યના અધિકારી વર્ગ સાથે મીઠા સંબંધો બાંધ્યા. રાજ્યની તમામ પરિસ્થિતિનું અધ્યયન કર્યું અને રાજ્યના ઉત્કર્ષ માટે કામે લાગી ગયો.
એક દિવસ મહારાજાએ સુરસુંદરીને વિદેશયાત્રાનાં સંસ્મરણો સંભળાવવા ખૂબ આગ્રહ કર્યો... સુરસુંદરીએ, અમરકુમાર તરફ મહારાજાને અભાવ ન થઈ જાય એની કાળજી રાખીને... યક્ષદ્વીપથી માંડીને બેનાતટનગરમાં અમરકુમારનું મિલન થયું-ત્યાં સુધીનો વૃત્તાંત કહી સંભળાવ્યો.
મહારાજા સુરસુંદરીનાં દુઃખ-સુખનો ઇતિહાસ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. શ્રી નવકારમંત્રના અચિંત્ય પ્રભાવો જાણીને મહામંત્ર પ્રત્યે દૃઢ પ્રીતિવાળા બન્યા. રત્નજટી પ્રત્યે તો એમને અનહદ સદ્ભાવ પ્રગટ્યો. ગુણમંજરી સાથેનાં લગ્નનો પ્રસંગ સાંભળીને ખૂબ હસ્યા અને કર્મોના વિચિત્ર ઉદયોનું તત્ત્વજ્ઞાન પામીને સંસાર પ્રત્યે વૈરાગી પણ બન્યા. તેમના હૃદયમાં અમરકુમાર પ્રત્યે જરા પણ અણગમો ન રહ્યો.
‘પિતાજી, કૃપા કરીને મારી માતાને આ વાતો ન કરશો... નહીંતર એ ખૂબ દુઃખી થઈ જશે... ને એના જમાઈ પ્રત્યે '
'બેટી, તું નિશ્ચિંત રહેજે. આ વાત મારા પેટમાં જ રહેશે. સંસારમાં કર્મવશ જીવને આવાં સુખ-દુઃખ ભોગવવાં જ પડતાં હોય છે... આપણાં બાંધેલાં કર્મ આપણે જ ભોગવવાનાં હોય છે... એ હું ક્યાં નથી જાણતો?'
For Private And Personal Use Only