________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહે, બહેન, મારી શક્તિ અને સામર્થ્યની મર્યાદામાં જે તારું કામ હશે તે કરીશ.”
તમે જે નંદીશ્વર દ્વીપની યાત્રા કરી આવ્યા તે નંદીશ્વર દીપની યાત્રા મને ન કરાવો?”
“અવશ્ય કરાવું મારી બહેન! નંદીશ્વર દ્વીપ તો દેવો અને વિદ્યાધરોનું મહાન શાશ્વત તીર્થ છે...! પરંતુ છે ઘણું દૂર! છતાં મારું આ વિમાન પવનવેગી છે... આપણે ક્યાંય વચ્ચે ઉતરાણ નહીં કરવું પડે..'
પરંતુ માર્ગમાં જે લિપ-સમુદ્રો આવે તેની ઓળખાણ તો મને અવશ્ય કરાવજો!” સુરસુંદરી હર્ષથી પુલકિત થઈ ગઈ. તેણે સાધ્વીજી પાસે મધ્યલોક'નું અધ્યયન કરેલું હતું. નંદીશ્વર દ્વીપની સંપૂર્ણ માહિતી તેણે મેળવેલી હતી. આજે અચાનક.. એ અદ્દભુત હીપ-તીર્થની યાત્રાનો સુઅવસર એને મળી રહ્યો હતો...
માનવીનું... સામાન્ય માનવીનું તો ગજુ જ નહીં એ દ્વીપ પર જવાનું! વિશિષ્ટ વિદ્યાશક્તિવાળા માનવો જ ત્યાં જઈ શકે. રત્નજી વિદ્યાધર રાજા હતો. તેની પાસે વિશિષ્ટ કોટિની વિદ્યાશક્તિઓ હતી.
રત્નજીએ વિમાનને ગતિશીલ કર્યું. અલ્પ ક્ષણોમાં જ એ આકાશમાં ઊંચે ચઢી ગયું અને પૂર્વ દિશા તરફ પવનવેગે આગળ વધ્યું.
બહેન, આપણે અત્યારે જંબુદ્વીપમાંથી પસાર થઈ રહ્યાં છીએ. હમણાં જ તને “મેરુપર્વત' દેખાશે! સાવ સોનાનો મેરુપર્વત જોઈને હું સ્તબ્ધ થઈ જઈશ! આપણું વિમાન મેરુપર્વતની પાસેથી પસાર થશે...
સુરસુંદરીએ સોનાનો મેસ્પર્વત જોયો... તે બોલી ઊઠી: ‘અભુત... અદ્દભુત! કેટલો ઊંચો? દૃષ્ટિ જ નથી પહોંચતી! ક્યાંથી પહોંચે? લાખ યોજન ઊંચો છે
હવે અલ્પ સમયમાં જ આપણું વિમાન લવણસમુદ્ર ઉપરથી પસાર થશે.”
હા, બે લાખ યોજનનો લવણ-સમુદ્ર છે! સમગ્ર જંબુદ્વીપની ચારે બાજુ પથરાયેલો છે...'
For Private And Personal Use Only