________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુ:ખ હોય
૨૦૬
રત્નો લઈ જઈશ.’ તેણે હવેલીનું... તિજોરીનું નિરીક્ષણ કરી લીધું! તે પોતાના ઘેર ગયો. રાત્રે રત્નસાર શ્રેષ્ઠી ચોરને પકડવા માટે નગરના દરવાજે જઈને ઊભો રહ્યો. ચોરે રત્નસારની હવેલીની પાછળના ભાગમાં મોટું બાકોરું પાડ્યું. અંદર દાખલ થયો. તિજોરી તોડી. રત્નોનો ડબ્બો લીધો અને બહાર નીકળી ગયો. પહોંચી ગયો પોતાના ઘેર! અને, એક વાત કહેવાની ભૂલી ગઈ... રત્નોની સાથે સાથે રત્નસારને પહેરવાનાં બધાં કપડાં પણ લઈ ગયો! જ્યારે રખડીને થાકીને રત્નસાર પોતાની હવેલીમાં આવ્યો ત્યારે તેણે જોયું, તેની તિજોરી તૂટેલી હતી... પોક મૂકીને રોયો બિચારો! સવારે રાજસભામાં આવીને મહારાજની સમક્ષ પોતાની વાત કરી.’
‘ચોર બુદ્ધિશાળી લાગે છે!' વિમલયશે કહ્યું.
‘કુમાર, સામાન્ય બુદ્ધિનો નથી ચોર. અસાધારણ બુદ્ધિ છે એની! રાજપુરોહિતને તો કેવો મૂર્ખ બનાવ્યો એણે!’
‘એ કેવી રીતે?’
‘જ્યારે રત્નસાર ચોરને પકડી ન શક્યો... ત્યારે રાજપુરોહિતે રાજસભામાં કહ્યું કે 'હું ચોરને પકડીશ!' બસ, ચોરને ખબર પડી ગઈ ગમે તે રીતે... એણે તપાસ કરી લીધી કે પુરોહિત ક્યાં ક્યાં જાય છે... પુરોહિતને નગરની બહાર દેવકુલિકામાં જુગાર રમવાની ટેવ હતી. ચોર દેવકુલિકામાં પહોંચી ગયો. જુગારીઓની સાથે એ પણ રમવા બેસી ગયો. પુરોહિતની સાથે રમતાં રમતાં પહેલાં તો ચોર હારતો ગયો... એટલે પુરોહિતને તાન ચઢ્યું. એ મોટા દાવ મૂકવા લાગ્યો... પછી ચોર જીતવા લાગ્યો... પુરોહિતનું બધું ધન જીતી લીધું. પુરોહિતે પોતાની રત્ન-મુદ્રિકા દાવમાં મૂકી... તે પણ જીતી લીધી ચોરે ...
એટલામાં પુરોહિતને રાજદરબારમાંથી તેડું આવ્યું. પુરોહિત રાજદરબારમાં ગર્યો ને ચોર પુરોહિતના ઘેર ગયો. પુરોહિતની પત્નીને કહ્યું:
‘હું પુરોહિતનો મિત્ર છું... મારી વાત સાંભળ. પુરોહિતને રાજાએ પકડી લીધો છે... અને હમણાં જ રાજાના સુભટો તારા ઘરની બધી સંપત્તિ લૂંટી જશે... એટલે મારા મિત્રે મને અહીં મોકલ્યો છે... તને વિશ્વાસ પડે એટલે આ ‘રત્નમુદ્રિકા’ નિશાન તરીકે મને આપી છે... પુરોહિત-પત્નીએ રત્નમુદ્રિકા જોઈ. તેને વાત સાચી લાગી. ચોરે કહ્યું: ‘ઘરમાં જે જે રત્નો હોય, સુવર્ણ હોય ને ઉત્તમ વસ્ત્રો હોય તે બધું મને આપી દે. હું એ ખજાનો મારા ઘરમાં છુપાવી દઈશ...’
For Private And Personal Use Only