Book Title: Prit Kiye Dukh Hoy
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 270
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૦ પ્રીત કિયે દુઃખ હોય રાણી ગુણમાલાએ ગદ્ગદ્ સ્વરે ગુણમંજરીને કહ્યું: ‘મારી વહાલી બેટી, મેં તને ક્યારેય રિસાયેલી જોઈ નથી... સદા તારું હસતું-ખીલતું મુખડું જોઈને આટલાં વર્ષો સુખમાં વિતાવ્યા... તું તો મારું જીવન છે... મારું સર્વસ્વ છે... દીકરી, તને કેટલીક વાતો કહું છું, તું એ વાતોનું પાલન કરજે... બેટી, ક્યારેય પણ શ્રી નવકારમંત્રને વીસરીશ નહીં... પંચપરમેષ્ટિ ભગવંતોનું ધ્યાન ધરજે... તારા હૃદયમાં ધર્મને સ્થાપજે. તું સાસરે જાય છે... ત્યાંના કુલાચારોનું પાલન કરજે. ગૃહસ્થ જીવનનો શણગાર છે દાન. અનુકંપાદાન દેજે, સુપાત્ર દાન દેજે... ઘરના દ્વારે આવેલાનો આદર કરજે... કોઈને જાકારો દઈશ નહીં. ઘરના વડીલોનો વિનય કરજે. નાનાઓ પ્રત્યે પ્રેમ રાખજે... અને સહુને ભોજન કરાવીને પછી ભોજન કરજે. અસત્ય બોલીશ નહીં. કડવાં વેણ કાઢીશ નહીં... કોઈના પર ખોટું આળ મૂકીશ નહીં. સાચું બોલવું-મીઠું બોલવું... થોડું બોલવું... બેટી, હમેશાં વિચારીને બોલજે. દુર્જનોનો સંગ ન કરીશ. મિથ્યાદ્દષ્ટિ લોકોની વાતો ન સાંભળીશ. ઘરમાં સહુને નિર્મલ દૃષ્ટિથી જોજે... બેટી, વધારે તને શું કહું? એવી રીતે જીવજે કે ઉભય પક્ષની શોભા વધે... અને દીકરી, વહેલું વહેલું તારું દર્શન દેજે.’ રાણી ગુણમાલા ગુણમંજરીને ભેટીને રડી પડી... અમરકુમાર મહારાજાની પાસે આવીને ગમગીન મુખે બેસી ગયો હતો. મહારાજાએ અમરકુમાર સામે જોયું. અમરનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું: ‘કુમાર, દુ:ખ ન લગાડશો મારી વાતથી... ગુણમંજરી મને પ્રાણથીય અધિક વહાલી છે... દૂર દેશમાં એને વળાવું છું... તમારા પર વિશ્વાસ છે... છતાં તમને કહું છું... કે એને ક્યારેય છેહ ન દેશો...' બોલતાં બોલતાં મહારાજા ગદ્ગદ્ થઈ ગયા... ‘પિતાજી, આપ નિશ્ચિંત રહેજો... પ્રાણ જશે પણ વચન નહીં જાય...' અમરકુમારે મહારાજાને વચન આપ્યું. ‘બેટી સુંદરી...’ સુરસુંદરીને પોતાની પાસે બોલાવીને રાજાએ કહ્યું: ‘ગુણમંજરી તારા ખોળે છે...' બોલતાં બોલતાં મહારાજા ઊંચા સ્વરે રૂદન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307