________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૧૭૩ રત્નજીનો વિષાદ દૂર થઈ ગયો... એનું મન પ્રફુલ્લિત થઈ ગયું. તેના મુખ પર પ્રસન્નતાનાં પુષ્પો ખીલી ઊઠ્યાં... અને એ જોઈને ચારેય રાણીઓ હસી ઊઠી.. તેમનાં નયન-કમળ ખીલી ઊઠ્યાં.
સુરસુંદરીએ રત્નજીને ભોજન કરાવ્યું... પછી નણંદ અને ભોજાઈઓએ સાથે બેસીને ભોજન કર્યું.
ભોજન કરીને સહુ પોત-પોતાના આવાસમાં ચાલ્યાં ગયાં. સુરસુંદરી પોતાના આવાસમાં આવી. વસ્ત્રપરિવર્તન કરીને તેણે વિધિવતું શ્રી નવકારમંત્રનું ધ્યાન કર્યું. ધ્યાનથી નિવૃત્ત થઈને વિશ્રામ કરવા જમીન પર આડી થઈ. તેના મનમાં રત્નજી ઊપસી આવ્યો. રત્નજીના ગુણમય વ્યક્તિત્વ તરફ તેના મનમાં આદર હતો. આજે એ આદર નિર્મળ સ્નેહથી વધુ દઢ થયો હતો. રત્નજ ટી માત્ર વ્યવહારની ભૂમિકાએ ભાઈ-બહેનના સંબંધને નહોતો જાળવી રહ્યો, એ વાતની તેને આજે પ્રતીતિ થઈ ગઈ હતી. રત્નજીના હૃદયમાં એની બહેનરૂપે સ્થાપના થયેલી એ જોઈ... બહેન પ્રત્યેના કર્તવ્યની જાગૃતિ તેણે જોઈ.. બહેનનાં સુખનો વિચાર કરતો રત્નજડી તેને ભવ્ય ભાસ્યો.
એને એ પણ ખાતરી થઈ ગઈ કે “રત્નજીટી હવે એને થોડા જ દિવસોમાં બેનાતટનગરે પહોંચાડશે..” “આવા સ્નેહના છલોછલ સરોવર જેવા પરિવારને છોડીને. મારે જવું પડશે.” આ વિચારે તેને ધ્રુજાવી નાંખી.
હા, મારે જવું જ જોઈએ... અમર મળે એ પૂર્વે મારે... એણે સોંપેલું કાર્ય કરવું છે. સાત કોડીથી રાજ લેજે. એણે મને આ કાર્ય સોંપ્યું છે ને? મારે રાજ્ય લેવું જ પડશે... હા, હું મારા નવકારમંત્રના જ સહારે રાજ્ય મેળવીશ... પછી એને કહીશ, જો મેં સાત કોડીમાં રાજ્ય લીધું... હવે સંભાળ આ રાજ્યને!”
મારા પાપકર્મોનો ઉદય તેં સમાપ્ત થઈ ગયો છે.... હવે પુણ્યકર્મનો ઉદય થયો છે. આવો પ્રેમાળ વિદ્યાધર રાજા મને ભાઈ તરીકે મળ્યો છે... રાજ્ય મેળવવું એ કોઈ મોટી વાત નથી...
સુરસુંદરી અમરકુમારના મિલનના વિચારોમાં ચઢી ગઈ... ત્યાં તો એક પછી એક ચારેય રાણીઓએ એના ખંડમાં પ્રવેશ કર્યો... ચારેના મુખ પર ગ્લાનિ હતી, વિષાદ હતો... આવીને તે ચુપચાપ સુરસુંદરીની પાસે બેસી ગઈ.
સુરસુંદરી બેઠી થઈ ગઈ. તેણે ચારેય રાણીઓ સામે જોયું. ચારેયની દૃષ્ટિ જમીન પર જડાયેલી હતી.
For Private And Personal Use Only