________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૦
પ્રીત કિયે દુઃખ હોય મહામંત્રીને યાદ હતું કે યોગીએ રાજાને ‘પરકાયપ્રવેશ‘ ની વિદ્યા આપેલી છે. એના આધારે એણે ચોક્કસ અનુમાન બાંધ્યું. મહામંત્રીએ રાજાને કહ્યું: મહારાજા, આપના ગ્રહયોગો હમણાં સારા નથી. એટલે રાજપુરોહિતના કહેવા મુજબ દાનશાળા શરૂ કરીએ... ખૂબ દાન-પુણ્ય કરવાથી ગ્રહદશા સુધરી જશે...’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજાએ અનુમતિ આપી. મહામંત્રીએ દાનશાળા શરૂ કરાવી દીધી. *દાનશાળામાં અનેક યાચકો-બ્રાહ્મણો આવવા લાગ્યા. મહામંત્રી પોતે એ બધાના પગ ધુએ છે અને અડધો શ્લોક બોલે છે:
'षट्कर्णो भिद्यते मंत्री कुब्ज कान्नेव भिद्यते ।'
ત્યાર પછી એમને ભોજન કરાવે છે. હજારો યાચકો ને બ્રાહ્મણો દૂરદૂરથી પણ આવવા લાગ્યા. વિપ્ર-દેહમાં રહેલા રાજા મુકુંદે પણ લીલાવતીનગરીની દાનશાળાની પ્રશંસા સાંભળી... તે લીલાવતીમાં આવ્યો... મંત્રીએ એના પગ ધોયા... અને અડધો શ્લોક બોલ્યો... એ સાંભળીને રાજાએ જવાબ આપ્યો...
ठकुब्जोऽयं जायते राजा, राजा भवति भिक्षुकः ।'
અર્થાત્, મંત્રીએ કહ્યું: ‘છ કાને ગયેલી વાત ભેઠાય છે. પણ કૂબડાથી ભેદાતી નથી...' રાજાએ કહ્યું: ‘આ કૂબડો રાજા બને છે અને રાજા ભિખારી બને છે...’
મંત્રી ખુશ થઈ ગયો. સાચો રાજા મળી આવ્યો. મંત્રીએ રાજાને પોતાની હવેલીમાં છુપાવી રાખ્યો.
મંત્રી રાણી પાસે ગયો... ત્યારે રાણીના ખોળામાં મરેલો પોપટ પડ્યો હતો... ને રાણી શોક કરતી હતી. મંત્રીએ કહ્યું:
‘માતા, રાજાને બોલાવીને કહો કે! આ પોપટને દુષ્ટ બિલાડીએ મારી નાંખ્યો... પોપટ મને પ્રાણ કરતાંય વધુ વહાલો છે... માટે કોઈ યોગીસંન્યાસીને બોલાવીને મૃત પોપટને સજીવન કરો... બસ, પછી તમે જેમ કહેશો તેમ હું કરીશ... જો મારા પર તમને સાચો પ્રેમ હોય તો પોપટને કોઈ પણ રીતે સજીવન કરો... નહીંતર આ પોપટ સાથે હું અગ્નિમાં પ્રવેશ કરીશ...'
રાણીએ મંત્રીના કહ્યાં મુજબ રાજાને બોલાવીને વાત કરી. રાજાના દેહમાં રહેલ કૂબડાએ વિચાર કર્યો. ‘હું પોતે જ માંત્રિક છું! મારી ‘પરકાયપ્રવેશ' ની વિદ્યાથી પોપટના મૃતદેહમાં પ્રવેશ કરીને પોપટને સજીવન કરી બતાવું...
For Private And Personal Use Only