________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
પ્રીત કિયે દુઃખ હોય તેણે બે કર જોડી... મસ્તક નમાવી પ્રણામ કર્યા. રત્નજટી હર્ષથી ગદ્ગદ્ થઈ ગયો... “અહો! મને વિશ્વની શ્રેષ્ઠ સન્નારી ભગિનીરૂપે અનાયાસે પ્રાપ્ત થઈ ગઈ...”
સુરસુંદરીએ વિનયપૂર્વક મુનિરાજને પૂછ્યું : ‘ગુરુદેવ! હજુ મારાં પાપકર્મ કેટલાં શેષ છે.. ક્યાં સુધી મારે એ પાપ કર્મોના ઉદય ભોગવવાના છે? કૃપા કરીને...'
હે સુશીલે, તારાં પાપકર્મ લગભગ ભોગવાઈ ગયાં છે. હવે તું સંતાપ ન કરીશ. બેનાતટનગરમાં તને તારા પતિનું મિલન થશે. તું હવે નિર્ભય છે.'
‘ગુરુદેવ, ભવિષ્યનો ભેદ ખોલીને આપે મને આશ્વસ્ત કરી આપે મારા પર મહાન ઉપકાર કર્યો...' સુરસુંદરીએ ધરણીતલ પર મસ્તક નમાવીને પુનઃ પુનઃ વંદના કરી.
મુનિરાજે રત્નજી સામે સૂચક દૃષ્ટિ કરી. રત્નજીએ ગુરુદેવની આજ્ઞા શિરોધાર્ય કરી.
ગુરુદેવ, આપના આ ગુણનિધિ સુપુત્રે આ શાશ્વત તીર્થની યાત્રા કરાવીને અને આપનાં દર્શન કરાવીને મારા પર અનંત ઉપકાર કર્યો છે. મારા એ સાચા ધર્મ બાંધવ બન્યા છે...”
અને ગુરુદેવ, આપે જેનું નામ ગાયું તે મહાન શીલવતી સુરસુંદરીને મારી ધર્મભગિની બનાવી અને હું મારા નગરમાં.. મારા મહેલમાં લઈ જાઉં છું. અમે સહુ બહેનની ભક્તિ કરી કૃતાર્થ થઈશું... અને અવસરે તેને હું બેનાતટનગરમાં મૂકી આવીશ.”
બંનેએ ગુરુદેવને ભાવપૂર્વક વંદના કરી અને ગુફામાંથી બહાર નીકળ્યાં. રત્નજીનું હૈયું ઉમંગથી છલકાઈ રહ્યું હતું. કયા શબ્દોમાં સુરસુંદરીની પ્રશંસા કરવી - રત્નજટીને શબ્દો જડતા નથી.
બંને વિમાન પાસે આવ્યાં. સુરસુંદરીને આદરપૂર્વક વિમાનમાં બેસાડીને રત્નજટીએ વિમાનને આકાશમાં ઊંચે ચઢાવ્યું અને જંબુદ્વિીપની દિશામાં ગતિશીલ કરી દીધું.
સુરસુંદરીના ચિત્ત પર નંદીશ્વર દ્વીપ છવાઈ ગયો હતો. મુનિરાજનાં વચનો એના કાનમાં ગુંજતાં હતાં: ‘અમરકુમાર બેનાતટનગરમાં મળશે...” એ અવ્યક્ત આનંદ અનુભવતી હતી... ત્યાં રત્નજટીએ ધ્યાનભંગ કરતાં કહ્યું:
For Private And Personal Use Only