________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
પ્રીત કિયે દુઃખ હોય મશાલોનો પ્રકાશ હતો. સુરસુંદરીએ પ્રકાશમાં તસ્કરોના અડ્ડાને જોયો. તસ્કરો એને એક મકાનમાં લઈ ગયા. મકાન માટીનું બનેલું હતું. મકાનમાં પ્રવેશતાં જ તેણે પલ્લીપતિને જોયો. ક્ષણભર સુરસુંદરીને લાગ્યું કે એ કોઈ નૂર વાઘની ગુફામાં આવી ગઈ છે. પલ્લીપતિનો દેહ સ્થૂલ હતો. તેના દેહ પર રીંછ જેવા બરછટ વાળ હતા. તેની આંખો મોટી અને લાલચોળ હતી. તેણે માત્ર એક જ કાળું વસ્ત્ર વીંટાળેલું હતું. તેની પાસે જ લોહીતરસી બે તલવારો પડેલી હતી. એક મેલા ગોદડા પર તે આડો પડેલો હતો. તસ્કરોની સાથે સુંદર સ્ત્રીને જોઈ તે બેઠો થઈ ગયો. કોને લઈ આવ્યા છો મિત્રો?'
જંગલમાંથી મળી આવી છે માલિક! દેવલોકની પરી છે. આપના માટે લઈ આવ્યા છીએ.”
પલ્લીપતિ આંખો પહોળી કરીને સુરસુંદરીને જોઈ રહ્યો. સુરસુંદરી આંખો બંધ કરીને ઊભી હતી...
ખરેખર પરી છે. હું એને મારી પત્ની બનાવીશ. તમે જાઓ... આજે ચોરીમાં જે માલ મળે તે માલ તમારો!' તસ્કરો રાજી થઈને ચાલ્યા ગયા. પલ્લીપતિ ઊભો થયો... સુરસુંદરીની પાસે આવ્યો.
હું આ પલ્લીનો માલિક છું... તને હું મારી પત્ની બનાવીશ! તું મારી રાણી બનીશ!
તારું મોઢું બંધ રાખ.. અને મારાથી દૂર ઊભો રહે...” સુરસુંદરીએ પડકાર કર્યો. ‘તું કોની સાથે વાત કરે છે એ જાણે છે?” હા, ચોરોના સરદાર સાથે...' તારે મારી વાત માનવી પડશે..” ન માનું તો?”
તો હું બળાત્કાર કરીશ....' પલ્લીપતિ સુરસુંદરીને બાથમાં લેવા આગળ વધ્યો. પરંતુ સુરસુંદરી પાછળ હટી ગઈ.
તું મારા શીલને નહીં લૂંટી શકે... નરાધમ... જ્યાં છે ત્યાં જ ઊભો રહી જજે... નહીંતર...'
નહીંતર તું શું કરીશ?”
For Private And Personal Use Only