________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
પ્રીત કિયે દુઃખ હોય ચમકવાની જરૂર નથી સુંદરી, લોકો.. ધનવાન લોકો આને વેશ્યાગૃહ નથી કહેતા, સ્વર્ગ કહે છે! અહીં તેમને અપ્સરાઓ મળે છે... અપ્સરા સાથેનું શધ્યાસુખ માણવા તેઓ અહીં આવે છે... હું તેમની પાસેથી હજારો રૂપિયા લઉં છું...” . સુરસુંદરીની આંખો સજલ થઈ ગઈ. તેનું હૃદય દુઃખના મેરુ નીચે કચડાવા લાગ્યું... ધરતી પર દૃષ્ટિ સ્થિર કરીને તેણે લીલાવતીને કહ્યું:
‘તમે મારી વાત સાંભળશો?' “અવશ્ય સાંભળીશ.” હું એક દુઃખિયારી સ્ત્રી છું.”
અહીં જે સ્ત્રી આવે છે તે બધી જ દુઃખિયારી હોય છે... પછી દુઃખ ભૂલી જાય છે.'
હું મારું દુઃખ ભૂલવા માંગું છું.” સારી વાત છે.” ‘તે માટે મારે ત્રણ દિવસનો સમય જોઈએ છે. ત્રણ દિવસ સુધી હું કોઈ પુરુષનું મુખ પણ જોઈશ નહીં.' ‘ત્યાર બાદ?”
તમે કહેશો તેમ કરીશ... કારણ કે તમે મને ખરીદી લીધી છે. હું તમારી ગુલામ છું...”
અહીં તું ગુલામ નહીં રહે. તું રાણીની જેમ રહીશ, બસ, મારી એક જ વાત તારે માનવાની છે. જે પુરુષને તારી પાસે હું મોકલું.... તેને સંપૂર્ણપણે રીઝવવાનો!” “ભલે, મને ત્રણ દિવસ સંપૂર્ણ વિશ્રામ જોઈએ છે.”
મળી જશે, ચાલ મારી સાથે, જ્યાં તારે રહેવાનું છે, એ ખંડ બતાવી દઉં. ખંડને જોતાં જ તારો થાક ઊતરી જશે..... અને પલંગમાં પડતાં જ તારાં એક એક અંગ સ્કૂર્તિમાં આવી જશે.'
લીલાવતીએ સુરસુંદરીને રહેવા માટે સુંદર અને સુશોભિત ખંડ આપ્યો. ખંડમાં ગોઠવાયેલી બધી વ્યવસ્થા સમજાવી દીધી અને તે ચાલી ગઈ.
સુરસુંદરીએ તુરત જ ખંડનું દ્વાર બંધ કરી દીધું અને જમીન પર પડી ગઈ... ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી, હૈયામાં આંસુઓનો સાગર ઘૂઘવવા માંડ્યો....
For Private And Personal Use Only