________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨0.
પ્રીત કિયે દુઃખ હોય સુરસુંદરી સરિતાના તેજસ્વી ગોરા મુખને જોઈ રહી. સરિતા પ્રત્યે એના હૃદયમાં સ્નેહ ઊભરાયો.
સરિતા ખાલી થાળ લઈને ચાલી ગઈ. સુરસુંદરી લીલાવતીના આવાસ તરફ ચાલી. લીલાવતીએ પ્રેમથી સુરસુંદરીને આવકાર આપ્યો અને પૂછ્યું: સુંદરી, થાક ઊતરે છે ને? કોઈ તકલીફ નથી ને?” બધી જ વ્યવસ્થા સારી છે... માત્ર મને એક જ તકલીફ છે...” શું છે? કહે.” “મારે મારું શરીર વૈદ્યને બતાવવું પડશે. હું ગુપ્ત રોગથી પીડાઉ છું... એ રોગ દૂર થાય તો જ હું તમારી આજ્ઞાનું પાલન કરી શકું..”
“તેં આજે જ વાત કરી તે સારું કર્યું. વૈદ્યને હું કહેવડાવી દઉં છું. એ સવારે જ મળે છે. કાલે સવારે તને વૈદ્યને ત્યાં મોકલીશ.. બીજી કોઈ વાત હોય તો કહે.”
ના બસ, ઔષધોપચાર થઈ જાય એટલે શાંતિ.' સુરસુંદરી પોતાના આવાસમાં આવી ગઈ. તેને યોજના પાર પડતી લાગી. પરંતુ “હું નગર છોડીને ભાગીને ક્યાં જઈશ? જંગલમાં વળી કોઈ દુષ્ટ પુરુષો મળી ગયા તો?”
દુઃખના દિવસોમાં દુઃખના જ વિચારો આવે છે. સુરસુંદરી ગમગીન બની ગઈ. તેણે શ્રી નવકાર મંત્રનો જાપ શરૂ કરી દીધો. મનને એકાગ્ર કરવા પ્રયત્ન કર્યો. ધીરે ધીરે તે જાપમાં લીન બની ગઈ.
સાંજના ભોજનની વેળા થઈ ગઈ હતી. સરિતાનો અવાજ આવ્યો : “હું અંદર આવી શકું છું?”
જવાબની રાહ જોયા વિના સરિતા અંદર આવી ગઈ. ભોજનનો થાળ પાટલા પર મૂકીને બોલી.
અક્કાની (લીલાવતીની આજ્ઞા મુજબ કાલે વહેલી સવારે તમારે મારી સાથે વૈદ્યરાજને ઘેર આવવાનું છે...!”
હું તૈયાર જ હોઈશ...' તો અત્યારે પેટ ભરીને ભોજન કરી લો.”
૦ ૦ ૦.
For Private And Personal Use Only