________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
ઋતિ] ઉપશમને પામતો નથી; [૨] અને [ શિવામ્ પુદ્ધિ પ્રાપ્ત: ૨ સ્વયં] શિવ બુદ્ધિને (કલ્યાણકારી બુદ્ધિને, સમ્યજ્ઞાનને) નહિ પામેલો પોતે [પરચ વિનિર્ચદમના. ] પરને ગ્રહવાનું મન કરે છે.
ટીકા:- પ્રથમ દષ્ટાંત કહે છે : આ જગતમાં બાહ્યપદાર્થઘટપટાદિ-, જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ, દીવાને સ્વપ્રકાશનમાં ( અર્થાત્ બાહ્યપદાર્થને પ્રકાશવાના કાર્યમાં) જોડતો નથી કે “તું મને પ્રકાશ', અને દીવો પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી વ્યુત થઈને તેને (બાહ્યપદાર્થને ) પ્રકાશવા જતો નથી; પરંતુ, વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી તેમ જ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શક્તો નહિ હોવાથી, દીવો જેમ બાહ્યપદાર્થની અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે) તેમ બાહ્યપદાર્થની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે. (એમ) પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા તેને (દીવાને), વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટાદિ બાહ્યપદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી.
એવી રીતે હવે દાષ્ટત છે : બાહ્યપદાર્થો-શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તથા ગુણ ને દ્રવ્ય-, જેમ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ, આત્માને સ્વજ્ઞાનમાં (બાહ્યપદાર્થોને જાણવાના કાર્યમાં) જોડતા નથી કે “તું મને સાંભળ, તું મને જો, તું મને સૂધ, તું મને ચાખ, તું મને સ્પર્શ, તું મને જાણ” , અને આત્મા પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી વ્યુત થઈને તેમને (બાહ્યપદાર્થોને) જાણવા જતો નથી, પરંતુ, વસ્તુસ્વભાવ પર વડ ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી તેમ જ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શક્તો નહિ હોવાથી, આત્મા જેમ બાહ્યપદાર્થોની અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ જાણે છે) તેમ બાહ્યપદાર્થોની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ જાણે છે. (એમ) પોતાના સ્વરૂપથી જ જાણતા એવા તેને (આત્માને), વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદિ બાહ્યપદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી.
આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે (અર્થાત્ સંબંધ વગરનો, તટસ્થ છે) –એવી વસ્તુસ્થિતિ છે, તોપણ જે રાગદ્વેષ થાય છે તે અજ્ઞાન છે.
ભાવાર્થ:- શબ્દાદિક જડ પુદ્ગલ દ્રવ્યના ગુણો છે. તેઓ આત્માને કાંઈ કહેતાં નથી, કે “તું અમને ગ્રહણ કર (અર્થાત્ તું અમને જાણ )'; અને આત્મા પણ પોતાના સ્થાનથી વ્યુત થઈને તેમને ગ્રહવા (-જાણવા) તેમના પ્રત્યે જતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com