________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૭૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
(૩૫નાતિ)
ज्ञानस्य
सञ्चेतनयैव प्रकाशते ज्ञानमतीव
नित्यं
શુદ્ઘના
अज्ञानसञ्चेतनया तु धावन् बोधस्य शुद्धिं निरुणद्धि વન્ય:।।૨૪।|
પોતાથી ( આત્માથી ) અત્યંત ભેદપૂર્વક અનુભવતો થકો; આલોચના છે. એ રીતે તે આત્મા સદા પ્રતિક્રમતો ( અર્થાત્ પ્રતિક્રમણ કરતો ) થકો, સદા પચખતો ( અર્થાત્ પ્રત્યાખ્યાન કરતો ) થકો અને સદા આલોચતો ( અર્થાત્ આલોચના કરતો ) થકો, પૂર્વકર્મના કાર્યરૂપ અને ઉત્ત૨કર્મના કારણરૂપ ભાવોથી અત્યંત નિવૃત્ત થયો થકો, વર્તમાન કર્મવિપાકને પોતાથી ( આત્માથી ) અત્યંત ભેદપૂર્વક અનુભવતો થકો, પોતામાં જજ્ઞાનસ્વભાવમાં જ-નિરંતર ચરતો (વિચરતો, આચરણ કરતો ) હોવાથી ચારિત્ર છે (અર્થાત્ પોતે જ ચારિત્રસ્વરૂપ છે). અને ચારિત્રસ્વરૂપ વર્તતો થકો પોતાને-જ્ઞાનમાત્રનેચેતતો ( અનુભવતો હોવાથી (તે આત્મા) પોતે જ જ્ઞાનચેતના છે, એવો ભાવ (આશય ) છે.
ભાવાર્થ:- ચારિત્રમાં પ્રતિક્ર્મણ, પ્રત્યાખ્યાન અને આલોચનાનું વિધાન છે. તેમાં, પૂર્વે લાગેલા દોષથી આત્માને નિવર્તાવવો તે પ્રતિક્રમણ છે, ભવિષ્યમાં દોષ લગાડવાનો ત્યાગ કરવો તે પ્રત્યાખ્યાન છે અને વર્તમાન દોષથી આત્માને જુદો કરવો તે આલોચના છે. અહીં તો નિશ્ચયચારિત્રને પ્રધાન કરીને કથન છે; માટે નિશ્ચયથી વિચારતાં તો, જે આત્મા ત્રણે કાળનાં કર્મોથી પોતાને ભિન્ન જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે, તે આત્મા પોતે જ પ્રતિક્રમણ છે, પોતે જ પ્રત્યાખ્યાન છે અને પોતે જ આલોચના છે. એમ પ્રતિક્રમણસ્વરૂપ, પ્રત્યાખ્યાનસ્વરૂપ અને આલોચનાસ્વરૂપ આત્માનું નિરંતર અનુભવન તે જ નિશ્ચયચારિત્ર છે. જે આ નિશ્ચયચારિત્ર, તે જ જ્ઞાનચેતના ( અર્થાત્ જ્ઞાનનું અનુભવન છે. તે જ જ્ઞાનચેતનાથી (અર્થાત્ જ્ઞાનના અનુભવનથી ) સાક્ષાત્ જ્ઞાનચેતનાસ્વરૂપ કેવળજ્ઞાનમય આત્મા પ્રગટ થાય છે.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છે, જેમાં જ્ઞાનચેતનાનું ફળ અને અજ્ઞાનચેતનાનું ( અર્થાત્ કર્મચેતનાનું અને કર્મફળચેતનાનું) ફળ પ્રગટ કરે છેઃ
શ્લોકાર્થ:- [ નિત્ય જ્ઞાનસ્ય સશ્વેતનયા વ જ્ઞાનમ્ અતીવ શુદ્ધમ્ પ્રાશતે] નિરંતર જ્ઞાનની સંચેતનાથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે; [તુ] અને [ અજ્ઞાનસશ્વેતનયા] અજ્ઞાનની સંચેતનાથી [વન્ધ: ધાવન્] બંધ દોડતો થકો [વોધચ શુદ્ધિ નિરુળદ્ધિ ] જ્ઞાનની શુદ્ધતાને રોકે છે–જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com